Home /News /lifestyle /

Valentine’s Week 2022: આજે Kiss Day, દરેક ચુંબનનો હોય છે જુદો અર્થ, જાણો તેનું મહત્વ અને વિવિધ પ્રકાર

Valentine’s Week 2022: આજે Kiss Day, દરેક ચુંબનનો હોય છે જુદો અર્થ, જાણો તેનું મહત્વ અને વિવિધ પ્રકાર

વેલેન્ટાઈન ડે (Valentine’s Day)ના એક દિવસ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે (Kiss Day) મનાવવામાં આવે છે. (પ્રતીકાત્મક ફોટો- Shutterstock)

Happy Kiss Day 2022: ચુંબન ફક્ત તમારી રિલેશનશિપને મજબૂત નથી કરતું, પરંતુ હેલ્થ (Health) માટે ય ફાયદાકારક છે. તે વેલેન્ટાઇન વીક (Valentine’s Week) નો છેલ્લો દિવસ છે જે 13 ફેબ્રુઆરીએ આવે છે.

    Happy Kiss Day 2022: ઈન્ટરનેશનલ કિસિંગ ડે (International Kissing Day) આમ તો દર વર્ષે 6 જુલાઈએ ઉજવવામાં આવે છે, પરંતુ વેલેન્ટાઈન ડે (Valentine’s Day)ના એક દિવસ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે (Kiss Day) મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન એટલે પ્રેમનો તહેવાર અને ચુંબન એ પ્રેમનું સૌથી ગાઢ અને ઇન્ટીમેટ સ્વરૂપ છે. તે પ્રેમની ગંભીરતા અને તીવ્ર અભિવ્યક્તિ દર્શાવે છે. ખાસ વાત એ છે કે, ચુંબન ફક્ત તમારી રિલેશનશિપને મજબૂત નથી કરતું, પરંતુ હેલ્થ માટે ય ફાયદાકારક છે. તે વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ છે જે 13 ફેબ્રુઆરીએ આવે છે. Kiss Day 2022 પર જાણો ચુંબનનું મહત્વ, તે કેટલા પ્રકારના છે અને તેનો અર્થ શું છે.

    ચુંબનનું મહત્વ

    ચુંબન (Significance of Kissing) એ કોઈપણ હેલ્ધી રિલેશનશિપનો અભિન્ન ભાગ છે કારણ કે તે પ્રેમ વ્યક્ત કરવાની એક ખાસ રીત છે. ચુંબનથી કોઇપણ રિલેશનશિપની બોન્ડિંગ મજબૂત બને છે અને તે પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવે છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો ચુંબન વ્યક્તિને ખુશ કરે છે કારણ કે તે ઓક્સીટોસિન (Oxytocin), ડોપામાઇન (Dopamine) અને સેરોટોનિન (Serotonin) નામના ‘હેપ્પી હોર્મોન્સ’ (Happy Hormones)નો સ્ત્રાવ કરે છે. એવા હોર્મોન જે જ્યારે વ્યક્તિ આનંદનો અનુભવ કરે છે ત્યારે ઉદ્ભવે છે. તે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ પણ ઘટાડે છે જેને કોર્ટિસોલ લેવલ કહેવાય છે.

    આ પણ વાંચો: Valentines Day 2022: આ ગીફ્ટ્સ સાથે પ્રપોઝ કરીને તમારા પાર્ટનરને કરાવો Special Feel

    માથા પર કિસ કરવી

    જો કોઈ તમને માથા પર કિસ (Kiss on Forehead) કરે તો એનો અર્થ એ થાય છે કે તમે એમના જીવનમાં બહુ મહત્વપૂર્ણ છો. તે પાર્ટનર્સ વચ્ચે આદર અને વિશ્વાસનો ભાવ દર્શાવે છે, તેમનું ઈમોશનલ કનેક્શન બતાવે છે.

    ગાલ પરનું ચુંબન

    ગાલ પર ચુંબન (Kiss on Cheeks) એ વહાલ દર્શાવવાની મૈત્રીપૂર્ણ રીત છે, જે તમે જાણતા હો અથવા પ્રેમ કરતા હો એવી વ્યક્તિને કરવામાં આવે છે. તે દર્શાવે છે કે તમને એ વ્યક્તિ કેટલી પસંદ છે. ગાલ પર ચુંબન ફક્ત પાર્ટનર્સ નહીં, પણ મિત્રો પણ શેર કરી શકે છે.

    આ પણ વાંચો: જાણો ક્યારે મનાવાયો હતો પહેલો Teddy Day, રસપ્રદ વાતો અને ઇતિહાસ

    હોઠ પર કિસ

    હોઠ પરનું ચુંબન (Kiss on Lips) બે પાર્ટનર વચ્ચેનું રોમેન્ટિક જેસ્ચર ગણવામાં આવે છે. પહેલી કિસ અત્યંત સ્પેશિયલ માનવામાં આવે છે, જે તમારા દિલોદિમાગ પર કાયમ રહે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Kiss day, Lifestyle gujarati news, Valentine day 2022, Valentine Day Special, Valentines Week 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन