Happy Kiss Day 2020 : શા માટે મનાવવામાં આવે છે Kiss Day?

News18 Gujarati
Updated: February 13, 2020, 1:56 PM IST
Happy Kiss Day 2020 : શા માટે મનાવવામાં આવે છે Kiss Day?
પ્રતિકાત્મક તસવીર

કિસ દિવસે જો તમે કિસ કરો છો તો તમારો પ્રેમ વધી જાય છે.

  • Share this:
વેલેન્ટાઇન ડેના સાતમાં દિવસ એટલે કે 13 ફેબ્રુઆરીને કિસ ડે (Kiss Day) તરીકે ઉજવવામાં આવે છે. કિસ ડેને વેલેન્ટાઇન ડે વીકમાં સૌથી રોમાન્ટિક દિવસ મનાવામાં આવે છે. ખાસ કરીને પ્રેમ કરનાર કપલ્સ માટે આ દિવસ ખાસ હોય છે. આ દિવસે પ્રેમ કરનાર કપલ્સ એકબીજાને કિસ કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરે છે.

માનવામાં આવે છે કે કિસ દિવસે જો તમે કિસ કરો છો તો તમારો પ્રેમ વધી જાય છે. ત્યારે શું તમને ખબર છે કે કિસ કરવી હેલ્થ માટે સારી માનવામાં આવે છે. કિસ કરવાથી ખાલી 10 સેકન્ડમાં 80 મિલિયન સારા બેક્ટેરિયા ટ્રાંસફર થાય છે. અને તે તમારી ઇમ્યૂનિટી સિસ્ટમ માટે લાભકારી રહે છે. વળી તે શરીરમાં અનેક બિમારીઓથી લડવાની તમને તાકાત પણ આપે છે. કિસ કરવાના સમયે શરીરમાં એડ્રેનાલિન નામનો હોર્મોન બને છે. જે હદય માટે સારું મનાય છે. તે સમગ્ર શરીરમાં રક્ત સંચારને પંપ કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી બ્લડ પ્રેશર ઓછી થાય છે અને શરીરમાં રક્ત સંચાર ઠીક કરવામાં મદદરૂપ થાય છે.

વળી કિસથી દાંતમાં થતી કૈવિટી દૂર થાય છે. તેના બેક્ટેરિયા ઓછા થાય છે. કેલેરી ઓછી કરવામાં પણ કિસ તમને ફાયદો આપી શકે છે. એક મિનિટ સુધી કિસ કરવાથી બેથી ત્રણ કેલેરી બર્ન થાય છે. અને તે શરીરનું મેટોબોલિઝમ રેટ પણ વધારે છે.

માન્યતા છે કે કિસ કરવાથી મન અને મગજ બને ખુશ થાય છે. એક કિસ લોકોને યુવાન બનાવી દે છે. બે લોકો વચ્ચની દૂરી ઓછી કરી દે છે. કિસ કરવાથી સ્ટ્રેસ અને તનાવ પણ ઓછો થાય છે. તે વ્યક્તિની મનોદશામાં પણ સુધાર લાવે છે. એટલે જ વેલેન્ટાઇન ડેમાં કિસ ડેનું મહત્વ ખાસ હોય છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે જે કપલ નિયમિત રીતે એકબીજાને કિસ કરે છે તે લાંબા સમય સુધી શારિરીક રીતે સ્વસ્થ રહે છે.
First published: February 13, 2020
વધુ વાંચો
अगली ख़बर