Happy Holi : હોળી પર ચીની રંગોથી બચો, ઘરે આ રીતે બનાવો હર્બલ રંગ

પ્રતિકાત્મક તસવીર

હર્બલ હોળીની મજા પરિવાર સાથે માણો આ રીતે રંગ બનાવીને.

  • Share this:
    Happy Holi : કોરોના વાયરસ (Coronavirus) ભયની વચ્ચે આ વખતે જ્યાં લોકો ચીની રંગો અને ચીની પિચકારીથી તોબા પોકારી રહ્યા છે. ત્યાં રંગના આ ઉતસ્વને તમે માણો પણ પૂરતી સાવચેતી સાથે. બજારમાં મળતા મોંધા અને કેમિકલયુક્ત રંગોનો વપરાશ કરવાના બદલે તમે ઘરે જ પ્રાકૃતિક રંગો બનાવી શકો છો. અને સાથે જ બજારમાં મળતા ચીની રંગો અને તેનાથી થતા નુક્શાનને તમારા પરિવારને તમે બચાવી શકો છો. હોળી રંગોનો તહેવાર છે. અને રંગોના આ ઉત્સવમાં પ્રાકૃતિક રંગો ભેળવાય તો રંગાવાની મજા પણ વધુ આવે.

    આ લેખ દ્વાર તમે પણ ઘરે પ્રાકૃતિક રંગો બનાવી ધૂળેટીની મજા બમણી કરી શકો છો. ત્યારે ઘરે રંગ કેવી રીતે બનાવવા તે અંગે વિગતવાર વાંચો અહીં.

    નારંગી રંગ
    જો તમારે નારંગી રંગથી હોળી રમવી હોય તો મહેંદીનો ઉપયોગ કરી શકો છો. ઓરેન્જ રંગ બનાવવા માટે મહેંદીના પત્તાને રાત ભર પાણીમાં પલાળી રાખો પછી સવારે તેમાં નારંગી રંગ જોવા મળશે. આ પાળીને હોળી રમી તમે રંગોના આ પર્વની મજા બમણી કરી શકો છો.

    વધુ વાંચો :  'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral

    મેજન્ટા રંગ
    જો તમે મેજન્ટા રંગના પાણીથી હોળી રમવા માંગો છો તો આ માટે બીટના રસનો ઉપયોગ કરો. બીટના મોટા ટુકડા કરીને તેને પાણીમાં ઉકાળો અને પછી આ પાણીને બીજા પાણી સાથે ભેળવી દો. અને તેનાથી ધૂળેટીની મજા માણો. આ તમામ વસ્તુઓ હર્બલ અને સેફ છે.

    વધુ વાંચો :  13 વર્ષમાં આટલો બદલાઇ ગયો છે 'દર્શિલ', હવે આ કામ કરીને ચલાવે છે ગુજરાન

    ચણાનો લોટ
    ચણા અને ધઉંના લોટમાં હળદર ઉમેરી તને પીળો રંગનો પાવડર બનાવી શકો છો અને તેનાથી પણ હર્બલ હોળીની મજા પરિવાર સાથે માણી શકો છો.
    Published by:Chaitali Shukla
    First published: