લાઇફસ્ટાઇલ ડેસ્ક : ધુળેટીનાં (Dhuleti) દિવસે રંગોથી (Holi colours) બીજાને રંગવાની અને રંગાવવાની મઝા તો બહુ આવે છે. પરંતુ તેનાથી આપણી ત્વચા (Skin) અને વાળને (Hair) ઘણું જ નુકસાન થાય છે. ઘણીવાર કોઇની ત્વચા ઘણી જ કોમળ હોય છે ત્યારે ઘણાને આડઅસર થાય છે. કેટલીક વાર આંખ, કાન અને ત્વચામાં ઇન્ફેક્શન પણ થઇ જાય છે. તો આજે આપણે પૂર આવે એ પહેલાં પાળ બાંધી લઇશું. સ્કિન અને વાળની સંભાળ કરવા માટે ધુળેટીમાં અને ધુળેટી પછી શું ધ્યાન રાખવું એની બેઝિક ટિપ્સ (Tips for Dhuleti) આજે આપણે જોઇએ.
ધુળેટી રમતા પહેલાં
- ધુળેટીમાં આખી બાંયનાં જાડા મટીરિયલનાં કપડાં પહેરવાનું પ્રિફર કરો. તમારી ઓછામાં ઓછી ત્વચા કપડાંની બહાર હોય તેવા કપડા પહેરો.
- હોળી રમવા જાઓ એની રાત્રે માત્ર ચહેરા પર નહીં, આખી બૉડી પર મૉઇરાઇઝર લગાવો અને રમવા જતાં પહેલાં પણ લગાવો.
- હોળી રમવા જતાં પહેલાં ચહેરા પર મેકઅપ પણ કરો. મેકઅપમાં તમે પહેલા મૉશ્ચરાઇઝર પછી સનસ્ક્રીન અને પછી ફાઉન્ડેશન લગાવીને મેક-અપ લગાવો. જેનાથી ત્વચા રંગનાં સંપર્કમાં ઓછી આવશે. હોઠ પર લિપ-બામ લગાવ્યા પછી ડાર્ક કલરની લિપસ્ટિક પણ કરી શકો છો.
- ડાર્ક કલરની નેઇલ-પૉલિશ ડબલ-ટ્રિપલ લેયરમાં લગાવો. એ ઉપરાંત નખ પર વેસલિન પણ લગાવો.
- ત્વચાની જેમ જ વાળમાં પણ તેલ લગાવી દો અને બને તો વાળને બાંધી દો.
કોકોનટ ઓઇલ કે અન્ય હેર ઓઇલથી આગલી રાતે જ વાળમાં માલિશ કરો. વાળમાં તેલ લગાવવાથી કલર તમારા વાળને સ્પર્શશે નહીં.
ધુળેટી રમ્યા પછી
- ધુળેટી રમતા પહેલા જેટલી સંભાળ લીધી છે તેવી જ રીતે રમ્યા બાદ પણ એટલી જ સંભાળ લેવી જરૂરી છે. રંગ એક જ દિવસમાં જતો રહે તેવો આગ્રહ ન રાખો.
- સાબુને બદલે બેસન અને દૂધની પેસ્ટ લગાવીને નાહવાનું રાખો. જેનાથી ત્વચા બગડશે નહીં.
- વાળને પણ અનેકવાર ધોવાનું ટાળો. માઇલ્ડ શેમ્પૂ વાપરો અને વાળમાં કન્ડિશનર પણ લગાવજો.
- નાહ્યા બાદ વાળ અને ત્વચાને મોશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો : HOLI 2020: જીવનમાં એક વાર આ 5 હોળીની ઉજવણી અચૂક માણવી જોઈએ
આ પણ વાંચો : Corona Virus : સેનિટાઇઝરનો કેટલો ઉપયોગ કરશો? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો