Home /News /lifestyle /Happy Boss Dayની આવી રીતે પાઠવો શુભેચ્છાઓ, તમારા Boss થઈ જશે ખુશખુશાલ
Happy Boss Dayની આવી રીતે પાઠવો શુભેચ્છાઓ, તમારા Boss થઈ જશે ખુશખુશાલ
16 ઓક્ટોબરના રોજ બોસ ડે (Boss Day 2021)ની ઉજવણી થઈ રહી છે.(પ્રતિકાત્મક તસવીર)
16 ઓક્ટોબરના રોજ બોસ ડે (Boss Day 2021)ની ઉજવણી થઈ રહી છે. આ દિવસની ઉજવણી કર્મચારીઓ અને બોસ વચ્ચેના સંબંધો ગાઢ બનાવવા માટે થાય છે. આ દિવસ સર્વપ્રથમ 1958માં પેટ્રિશિયા બેસ હારોસ્કી દ્વારા મનાવવામાં આવ્યો હતો.
Happy Boss Day 2021: દર વર્ષની જેમ આજે એટલે કે, 16 ઓક્ટોબરના રોજ પણ બોસ ડે (Boss Day 2021)ની ઉજવણી થઈ રહી છે. આ દિવસની ઉજવણી કર્મચારીઓ અને બોસ વચ્ચેના સંબંધો ગાઢ બનાવવા માટે થાય છે. આ દિવસ સર્વપ્રથમ 1958માં પેટ્રિશિયા બેસ હારોસ્કી દ્વારા મનાવવામાં આવ્યો હતો. તેમણે અમેરિકા(America)ના ઇલિનોઇસના ડીયરફિલ્ડમાં સ્ટેટ ફાર્મ ઇન્શ્યોરન્સ ફર્મના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તેમણે 16 ઓક્ટોબરને નેશનલ બોસ ડે મનાવવાના દિવસ તરીકે પસંદ કરી હતી. આ દિવસની ખાસ વાત એ હતી કે, 16 ઓક્ટોબર તેમના બોસ (જેઓ તેમના પિતા પણ હતા)નો જન્મદિવસ હતો. પેટ્રિશિયાએ સુપરવાઇઝર અને તેમના કર્મચારીઓ (Employees) વચ્ચે ઓફિસના સંબંધો સુધારવા માટે અવકાશ ઉભો કર્યો હતો.
આ દિવસે કર્મચારીઓ તેમના બોસને શુભેચ્છાઓ શુભેચ્છાઓ પાઠવે છે અને આજે જ્યારે વિશ્વ બોસ દિવસ મનાવી રહ્યું છે, ત્યારે અમે અહીં તમે તમારા બોસને આપી શકો તેવી કેટલીક શુભેચ્છાઓ રજૂ કરી છે.
• આજે બોસ ડેના પ્રસંગે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા બોસ સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શે અને મને પ્રેરણા આપતા રહે.. હેપ્પી બોસ ડે
• તમારી પ્રશંસા માટે એક દિવસ પૂરતો નથી, તમે જે કાર્ય કરો છો તેના માટે આભાર, હેપ્પી બોસ ડે...
• માર્ગદર્શક અને વિશ્વાસુ બનેલા બોસને બોસ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.... તેમને જીવનમાં તમામ સફળતા મળે
• તમારા જેવા બોસ દરેક વ્યક્તિ ઇચ્છે છે, તમારી સાથે કામ કરવું સુખદ અનુભવ રહ્યો છે, હેપ્પી બોસ ડે...
• તમે મને મારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરવા, સકારાત્મક વલણ રાખવા અને હંમેશાં વધુ માટે પ્રયત્ન કરવા માટે દરરોજ પ્રેરણા આપો છો. હું નિષ્ફળ જાઉં ત્યારે તમે મારા માર્ગદર્શક અને સફળ થાઉં છું ત્યારે મારા સૌથી મોટો સમર્થક બનો છો. તમે મારા વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. મારા માટે પ્રેરણાદાયી બનવા બદલ આભાર. હેપ્પી બોસ ડે...
• તમને માત્ર બોસ કહીને તમારા રોલને ન્યાય ન આપી શકાય. તને લીડર છો. તમે પથદર્શક છો. તમે પ્રેરનાનું ઝરણું છો. તમારા જેવા બોસ સાથે કામ કરવું સન્માનની વાત છે. હપ્પી બોસ ડે...