Elon Musk Birthday: દરેક સેકન્ડે 67 લાખ રૂપિયા કમાતા એલન મસ્કની છે 3 પત્નીઓ અને 6 સંતાનો!

Happy Birthday Elon Musk: મસ્કના જીવનમાં આવ્યા હતા અનેક પડકાર, હવે જીવે છે આવું વૈભવી જીવન

Happy Birthday Elon Musk: મસ્કના જીવનમાં આવ્યા હતા અનેક પડકાર, હવે જીવે છે આવું વૈભવી જીવન

  • Share this:
નવી દિલ્હી. વિશ્વના ટોચના ધનિક વ્યક્તિ, SpaceXના સ્થાપક અને ટેસ્લા (Tesla)ના CEO એલન મસ્કનો આજે જન્મદિવસ (Elon Musk Birthday) છે. તેમનો જન્મ 1971ની 28 જૂનના રોજ થયો હતો. આજે તેઓ 50 વર્ષના થયા છે. એલન મસ્કનું જીવન અનેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. આજે આપણે તેમણે કઈ રીતે જીવનના સંઘર્ષનો સામનો કર્યો તે જાણીશું. તેમના જીવન પરથી ઘણું શીખવા જેવું છે. તેઓ દર સેકન્ડે 67 લાખ રૂપિયા કમાતા હોવાનું કહેવાય છે. છતાં પણ તેમના મગજમાં નવા નવા આઈડિયા આવે છે અને તેઓ તેની અમલવારી પણ કરે છે.

દક્ષિણ આફ્રિકાના છે મસ્ક

તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. 17 વર્ષની ઉંમરમાં તેઓ કેનેડા આવી ગયા હતા. તેમને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. તેઓ શાંત સ્વભાવના જોવાથી બાળપણમાં મિત્રો તેમને પરેશાન કરતા હતા. મસ્કે માત્ર 10 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર શીખી લીધું હતું. 12 વર્ષની ઉંમરે તેણે બ્લાસ્ટર નામની વિડીયો ગેમ તૈયાર કરી હતી. જેને સ્થાનિક મેગેઝીને 500 ડોલરમાં ખરીદી લીધી હતી. જેને મસ્કની પ્રથમ વ્યાપરિક ઉપલબ્ધ કહી શકાય.

મસ્કનું શિક્ષણ કેવું હતું?

એલન રીવ મસ્ક દક્ષિણ આફ્રિકા, કેનેડા અને અમેરિકાના નાગરિક છે. તેમની માતા મેય મસ્ક મોડેલ અને ડાયેટિશિયન હતી. જ્યારે પિતા ઇલેક્ટ્રોમિકેનિકલ એન્જિનિયર હતા. એલન મસ્ક ત્રણ સંતાનોમાં સૌથી મોટા છે. પુસ્તકો અને કમ્પ્યુટર વચ્ચે તેમનું બાળપણ વીત્યું હતું. તેઓ 1995માં પીએચડી કરવા માટે અમેરિકાની સિલિકોન વેલી ખાતે ગયા હતા. જ્યાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એપ્લાઇડ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં એડમિશન મેળવ્યું હતું. જોકે, માત્ર બે જ દિવસમાં આ અભ્યાસક્રમ છોડી દીધો હતો. તેમના નાના ભાઈ કિમ્બલ મસ્કએ તે સમયે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. કિમ્બલ એલન કરતા 15 મહિના નાના છે.

આ પણ વાંચો, Gold Price Today: 10000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, બે મહિનાના નીચલા સ્તરે પહોંચી કિંમત

તેઓ ભાઈ કિમ્બલ પાસે કેલિફોર્નિયા આવી ગયા હતા. તે સમયે ઈન્ટરનેટના યુગનો પ્રારંભ થઇ રહ્યો હતો. બંને ભાઈઓએ મળી સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જેનું નામ જીપ 2 રાખવામાં આવ્યું હતું. જે નકશા સાથેની ઓનલાઈન બિઝનેસ ડાયરેક્ટરીનું સ્ટાર્ટઅપ હતું. તેમાંથી મળેલા પૈસાને મસ્કે 27 વર્ષની ઉંમરે નવી કંપની એક્સ ડોટ કોમમાં રોક્યા હતા. આ કંપની પૈસા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થામાં ક્રાંતિ લાવશે તેવો દાવો કરી રહી હતી. મસ્કની તે કંપનીને આજે પે પલ નામથી ઓળખવામાં આવે છે. જેને 2002માં ઈ-બે દ્વારા ખરીદી લેવાઈ હતી. જેમાં મસ્કને 165 બિલિયન ડોલર મળ્યા હતા. જે તેમની કારકિર્દી માટે મોટી ઉપલબ્ધી બની ગઈ હતી.

1993માં BMW કાર ખરીદી

એલન મસ્કે 1993માં સૌપ્રથમ વપરાયેલી BMW કાર ખરીદી હતી. આ કારનું નિર્માણ 1978માં થયું હતું. આ કારના કાચને બદલવા માટે એલન મસ્કે ભંગારની દુકાનમાંથી 20 ડોલરમાં જૂનો કાચ ખરીદ્યો હતો.

2004માં ટેસ્લાનો પાયો નાંખ્યો

વર્ષ 2004માં મસ્કે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની સ્થાપના કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં સ્પેસ પર જતા રોકેટ સહિતનું બધું જ ઇલેક્ટ્રિક થઈ જશે અને ટેસ્લા આ પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મસ્કની કામગીરી ભવિષ્યની કાર બનાવનારી કંપની સુધી મર્યાદિત નથી. ટેસ્લા ઇલેક્ટ્રિક કારના પાર્ટ્સ અને બેટરી બનાવે છે. જેને અન્ય કાર ઉત્પાદકોને વેચવામાં આવે છે.

પિતા સાથે લાગણીનો સંબંધ નહોતો

મસ્કને તેના પિતા સાથે કોઈ ખાસ લગાવ રહ્યો નહોતો. તેમના પિતાએ ક્યારેય તેના સપનાને ટેકો આપ્યો નહતો. અગાઉ મસ્કે તેમનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું હોવાનું કહ્યું હતું. મસ્કે ઘણી વખત તેના પિતા સાથે બોલવાનું પણ બંધ કર્યું હતું. એક વખત તેમના પિતાએ તેના ઘરમાં ઘુસેલા ત્રણ ચોરને ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચો, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની આવી થઈ હતી હાલત! જોઈને રડી રહી છે દેશની જનતા

મસ્કનું વ્યક્તિગત જીવન કેવું છે?

મસ્કના અત્યાર સુધીમાં 3 લગ્ન થઈ ચૂક્યા છે. મસ્કે વર્ષ 2000માં કેનેડાની લેખિકા જસ્ટિન સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ આઠ વર્ષ સુધી રહ્યો હતો. ત્યારબાદ તેમણે વર્ષ 2010માં બ્રિટીશ અભિનેત્રી તાલુલા રાઇલી સાથે લગ્ન કર્યા હતા. જોકે, બે વર્ષ પછી તેમના સંબંધો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. મસ્કે વર્ષ 2013માં ફરી એકવાર લગ્ન કર્યા હતા. પરંતુ ત્રણ વર્ષ પછી તેઓ ફરીથી અલગ થઈ ગયા. ત્યારબાદ મસ્ક અને સુપરસ્ટાર અભિનેત્રી એમ્બર હર્ડ વચ્ચેના સંબંધો અંગે મીડિયામાં અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ વ્યસ્ત શિડ્યુલને કારણે બંનેએ બ્રેકઅપ કરી લીધું હતું.

મસ્કને પ્રથમ પત્ની જસ્ટિનથી 6 બાળકો છે. જેમાંથી એક દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. બાકીના પાંચેય સંતાનો દીકરા છે. આ વર્ષે મે મહિનામાં મસ્ક અને તેની ગર્લફ્રેન્ડને ત્યાં બાળકનો જન્મ થયો હતો. જેનું નામ પહેલા X Æ A-12 રખાયું હતું. બાદમાં તેને બદલીને X Æ A-Xii કરાયું હતું. આવા વિચિત્ર નામના કારણે સોશિયલ મીડિયામાં મસ્ક ખૂબ વાયરલ થયા હતા.
First published: