Home /News /lifestyle /

Genelia D'Souza Birthday: જેનેલિયાની સુંદર ત્વચાનું રહસ્ય છે ઘરગથ્થુ ઉપાય, અહીં જાણો તેના બ્યૂટી સિક્રેટ

Genelia D'Souza Birthday: જેનેલિયાની સુંદર ત્વચાનું રહસ્ય છે ઘરગથ્થુ ઉપાય, અહીં જાણો તેના બ્યૂટી સિક્રેટ

(Image: Instagram)

Know Bollywood Actress Genelia D'Souza Beauty Secrets: બોલિવૂડની સુંદર અને ક્યૂટ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાએ 15 વર્ષની ઉંમરે મોડેલિંગ અને 21 વર્ષની ઉંમરે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી

Know Bollywood Actress Genelia D’Souza Beauty Secrets: બોલિવૂડની સુંદર અને ક્યૂટ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાનો આજે જન્મદિવસ (Birthday) છે. જેનેલિયાનો જન્મ 1987ની 5મી ઓગસ્ટના રોજ મુંબઈમાં થયો હતો. જેનેલિયાએ 15 વર્ષની ઉંમરે મોડેલિંગ અને 21 વર્ષની ઉંમરે ફિલ્મી કારકિર્દી (Acting Career)ની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ તુઝે મેરી કસમ હતી. આ ફિલ્મમાં તેનો પતિ રિતેશ દેશમુખ (Riteish Deshmukh) મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મના કારણે બંનેના સંબંધો ગાઢ બન્યા હતા. આ ફિલ્મના થોડા સમય બાદ તેણે અભિનેતા રિતેશ દેશમુખ સાથે લવ મેરેજ કર્યા હતા. આજે તે સુખી લગ્ન જીવન જીવી રહી છે.

મોડેલિંગ અને ફિલ્મોમાં કામ કરવા સાથે જેનેલિયા ચમકતી ત્વચા માટે પણ જાણીતી છે. તે ત્વચાની સુંદરતા જાળવવા માટે ઘરેલુ ઉપચાર કરે છે. આ જ કારણ છે કે તેની ત્વચા ચમકદાર અને સુંદર દેખાય છે. લગ્ન પછી તે ફિલ્મોમાં ઓછી જોવા મળતી હોવા છતાં આજે પણ અનેક ચાહકોને તેની સુંદરતા આકર્ષે છે. તમે જેનેલિયાની જેમ ચમકદાર અને ડાઘ વગરની સ્કિન ઈચ્છતા હોવ તો અહીં તેના બ્યુટી સિક્રેટ આપવામાં આવ્યા છે. જેના થકી તમે પણ ડાઘ વગર ત્વચા મેળવી શકશો.

આ પણ વાંચો - રક્ષાબંધન-ગણેશ ચતુર્થી પર ટ્રાવેલ પ્લાન છે? જાણો ક્યાં જરૂરી છે RT-PCR રિપોર્ટ, વેક્સીનેશન સર્ટિફિકેટ

મોઇશ્ચરાઇઝર

જેનેલિયા સ્કિન પર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરે છે અને મેકઅપનો સાવ ઓછો ઉપયોગ કરે છે. જેના કારણે તેની સ્કિન મુલાયમ રહે છે.

ઘરગથ્થુ ઉપચાર

સુંદરતા માટે જેનેલિયા મોંઘા બ્યુટી પ્રોડક્ટના સ્થાને દેશી ઉપચાર પર વધુ વિશ્વાસ કરે છે. મોટાભાગનો સમય સ્કિન મેકઅપ વગરની રાખે છે.

એલોવેરા જેલ

એલોવેરાના કારણે જેનેલિયાની સ્કિન ડાઘ વગરની અને ચમકદાર રહે છે. જેથી સ્કિનને પોષણ આપવા માટે જેનેલિયા એલોવેરા જેલનો ઉપયોગ કરે છે.

પૂરતા પ્રમાણમાં પાણી

સ્કિન તંદુરસ્ત અને સુંદર રહે તે માટે આખો દિવસ ભરપૂર પાણી પીવે છે. ત્વચા ચમકદાર રહે તે માટે નારિયેળ પાણી પીવાનું પસંદ કરે છે.
First published:

Tags: Bollywood actress, Genelia DSouza, Happy birthday genelia dsouza, Lifestyle, Lifestyle News, બોલીવુડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन