તમારું લખાણ તમારા વ્યક્તિત્વનું આ રહસ્ય ખોલે છે!

News18 Gujarati
Updated: December 2, 2019, 1:09 PM IST
તમારું લખાણ તમારા વ્યક્તિત્વનું આ રહસ્ય ખોલે છે!
પ્રતિકાત્મક તસવીર

"હસ્તલેખન ખરેખરમાં મન લેખન છે."

  • Share this:
નાનપણથી સારું લખાણ તમને આગવી ઓળખ મેળવવામાં મદદરૂપ થાય છે. જે બાળકોનું લખાણ સારું હોય છે તેની ક્લાસ ટીચર સારા માર્ક્સ આપે છે. પણ તે વખતે તમે તમારા લખાણનું મહત્વ નથી સમજતા. કારણ કે તમારું લખાણ તમારા વ્યક્તિત્વ વિષે અનેક રહસ્ય ખોલે છે. મોટાભાગના લોકો માને છે કે લખાણ અને વ્યક્તિત્વને વળી કોઇ સંબધ ના હોય. પણ જાણકારોનું કહેવું છે કે તમારું લખાણ તમારા વ્યક્તિત્વનો ખાસ પહેલું રજૂ કરે છે.

જયપુરના 51 વર્ષીય વેપારી નવીન તોશનીવાલ લાંબા સમયથી હસ્તલેખન પર અધ્યયન કરે છે. આ વિશ્લેષણ દ્વારા તે માણસના વ્યક્તિત્વ વિષે અનેક રસપ્રદ જાણકારી કહી શકે છે. તોશનીવાલે જણાવ્યું કે હસ્તલેખનનું કામ લગભગ 2000 પૂર્વ જૂનું છે અને તે દર્શનશાસ્ત્રી અરસ્તુ સાથે જોડાયેલું છે. અરસ્તુએ જ માનવ મન અને તેના લખાણ વચ્ચે સંબંધને માન્યતા આપી હતી.

તેમણે જણાવ્યું કે હસ્તલેખન વિશ્લેષણને લોકપ્રિયતા કેટલાક દશકો પહેલા જ મળી છે. હવે આના જ્ઞાનનો ઉપયોગ કર્મચારીઓની ભરતી, વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને કેરિયર કાઉન્સલિંગ માટે થાય છે.  તોશનીવાલાએ કહ્યું કે હસ્તલેખન ખરેખરમાં મન લેખન છે. તમે તમારા અંતરમનને કાગળ પર લખી રહ્યા છો. લખાણ માટે તમે જો તમારા અક્ષર સુધારો છો તો તેનો પ્રયાભ તમારા વ્યક્તિત્વ પર પડે છે. લખાણને બદલવા માટે ચાર સપ્તાહ સુધી રોજ પાંચ કે સાત મિનિટ અભ્યાસ કરશો તો પણ તેની અસર તમારા વ્યક્તિત્વ પર પડશે.

તેમણે કહ્યું કે કોઇના અક્ષરોને જોઇને તેમની બુદ્ધિમતતા, દ્રઢ નિશ્ચય સ્તર, રસનાત્મકતા, કલ્પના શક્તિ અને એકાગ્રતાની ક્ષમતા વિષે જાણી શકાય છે. તોશનીવાલાએ જણાવ્યું કે તમારું લખાણ તમારા નોકરીની પસંદથી લઇને લગ્ન જેવા મામલે મદદરૂપ થઇ શકે છે. પણ સૌથી વધુ તો તે તમને અંદરથી વધુ સમજવામાં મદદરૂપ છે. તોશનીવાલાને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, હૈદરાબાદના હસ્તવિશ્લેષણથી પ્રશસ્ત્રિ પત્ર મળી ચૂક્યા છે.
First published: December 2, 2019, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading