Best hairstyle in summer: ઉનાળામાં કેવી રાખશો હેર સ્ટાઇલ? સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટે આપી ખાસ ટિપ્સ
Best hairstyle in summer: ઉનાળામાં કેવી રાખશો હેર સ્ટાઇલ? સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટે આપી ખાસ ટિપ્સ
સ્ત્રી હોય કે પુરુષ, બંને માટે પોતાનો દેખાવ (Look) સૌથી મહત્વનો હોય છે (પ્રતિકાત્મક તસવીર - canva.com)
Hairstyles Tips - ઉનાળાની ઋતુમાં યુવાનોએ કેવા પ્રકારની હેરસ્ટાઈલ રાખવી જોઈએ તે પ્રશ્ન સૌને થાય છે. જેથી આજે આપણે ઉનાળાની પુરૂષોની હેરસ્ટાઇલ વિશે વાત કરીશું
સ્ત્રી હોય કે પુરુષ, બંને માટે પોતાનો દેખાવ (Look) સૌથી મહત્વનો હોય છે. સ્ટાઇલિશ, ટ્રેન્ડી અને કૂલ દેખાવ માટે જેટલો રોલ તમારી બોડી, ડ્રેસ અને એટીટ્યૂડનો છે, તેટલો જ રોલ તમારી હેરસ્ટાઇલ (Hairstyle)નો પણ હોય છે. હવે જ્યારે ઉનાળાની ઋતુ (Summer Season) શરૂ થઈ ગઈ છે, ત્યારે સ્વાભાવિક છે કે તમે તમારી ડ્રેસિંગ સેન્સ અને ત્વચાની સંભાળને લઈને ઘણા ફેરફારો કર્યા હશે. પરંતુ શું તમે તમારી હેરસ્ટાઇલ પર કોઈ વિચાર કર્યો છે? ઉનાળાની ઋતુમાં યુવાનોએ કેવા પ્રકારની હેરસ્ટાઈલ (Male Hairstyles in Summer) રાખવી જોઈએ? તે પ્રશ્ન સૌને થાય છે. જેથી આજે આપણે ઉનાળાની પુરૂષોની હેરસ્ટાઇલ (Hairstyles Tips for Summer) વિશે વાત કરીશું.
મેલ સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ દર્શન યેવલેકરે (Celebrity Hairstylist Darshan yewalekar) કેટલીક ટિપ્સ (Hairstyle Tips for Boys) આપી છે. દર્શન યેવલેકરે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરેલા એક વીડિયોમાં ઉનાળા માટે ટોપ ત્રણ હેરસ્ટાઇલ અને ટ્રેન્ડ વિશે જણાવ્યું છે.
કામકાજના આધારને નક્કી કરો હેરસ્ટાઇલ
સૌપ્રથમ તો દર્શને કહ્યું કે, જો તમે બહુ બહાર રહો છો, તમારું કામ એવું છે કે તમારે લાંબા સમય સુધી બહાર રહેવું પડે છે, તો તમારે ટૂંકા વાળ કાપવા જોઈએ. પરંતુ જો તમારું મોટા ભાગનું કામ ઘરની અંદર એટલે કે ઘર કે ઓફિસની અંદર હોય તો તમે વાળને લાંબા રાખી શકો છો. જો તમારું કામ બહારનું વધારે હોય તો કોશિશ કરો કે તમારા વાળ ગરદનની પાછળ ન હોવા જોઈએ. જો તમારા વાળ મધ્યમ લંબાઈના અથવા થોડા લાંબા હોય તો તેમને થોડા લાંબા કરો અને પાછળના ભાગે સારી રીતે બાંધી લો. તેનાથી તમારા માટે ગરમી અને પરસેવામાં ફરવું સરળ બનશે.
બીજી વાત દર્શન જણાવે છે કે ઉનાળામાં એવી કોઈ હેરસ્ટાઈલ ન કરો જેમાં તમારા કપાળ પર વાળ આવે. કારણ કે તેનાથી તમારા કપાળ પર ઘણી ઇરિટેશન થશે. કપાળ પર ઘણા બધા ડ્રાઇ સ્કેલ હોય છે, જે ગરમીથી તમારી ત્વચા પણ ઉપસી આવે છે.
જેટલા નાના વાળ, તેટલી વધુ સરળતા
દર્શને આગળ કહ્યું, ત્રીજું, મને લાગે છે કે ફેડ્સ (એક પ્રકારની હેરસ્ટાઇલ) બેસ્ટ છે. તે એટલી જલદી નહીં જાય, જો તમારા વાળ નાના છે, તો તેના માટે શોર્ટેસ્ટ એટલે કે નાના ફેડ પસંદ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર