Home /News /lifestyle /દૂધમાંથી આ રીતે ઘરે બનાવો Hair Straightening Spray, ક્યારે નહીં જવું પડે પાર્લર અને વાળ મસ્ત થઇ જશે
દૂધમાંથી આ રીતે ઘરે બનાવો Hair Straightening Spray, ક્યારે નહીં જવું પડે પાર્લર અને વાળ મસ્ત થઇ જશે
દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે.
Homemade Hair straightening spray: અનેક લોકો નાના-મોટા ફંક્શનમાં પોતાના હેરને સ્ટ્રેટ કરતા હોય છે. સ્ટ્રેટ હેર કરવા માટે લોકો જાતજાતની રીતો અજમાવતા હોય છે. આમ, જો તમે આ સ્પ્રે ઘરે બનાવીને નેચરલ રીતે હેરને સ્ટ્રેટ કરો છો તો મસ્ત રિઝલ્ટ મળે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છોકરીઓ બીજાના કરતા સુંદર દેખાવા માટે જાતજાતની ટ્રિટમેન્ટ લેતી હોય છે. આ સાથે જ ઘણી છોકરીઓ એવી હોય છે જે રેગ્યુલર પાર્લરમાં જઇને ફેશિયલ, વેક્સ તેમજ બીજી અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવીને પોતાના લુકને સ્માર્ટ બનાવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક છોકરીઓ નાના-નાના ફંક્શનમાં પણ પોતાના હેર સ્ટ્રેટ કરતી હોય છે. હેર સ્ટ્રેટ કરવાથી આખો લુક બદલાઇ જાય છે અને મસ્ત લાગે છે. જો કે હેર સ્ટ્રેટ ઘણાં લોકો બહાર કરાવવા જાય છે તો ઘણાં લોકો ઘરે જ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને દૂધથી હેર સ્ટ્રેટ કરવાની રીત જણાવીશું. આ એક કેમિકલ ફ્રી ટ્રિટમેન્ટ છે. તો તમે પણ આ રીતે ઘરે દૂધમાંથી બનાવો હેર સ્ટ્રેટનિંગ સ્પ્રે.
હેર સ્ટ્રેટનિંગ સ્પ્રે ખાસ કરીને દૂધ અને મધમાંથી બનાવવામાં આવે છે. દૂધ અને મધ વાળને ડીપ મોઇસ્યુરાઇઝ કરે છે જેના કારણે તમારા વાળ સોફ્ટ અને સ્મૂધ થાય છે. આ હેર સ્પ્રે કેમિકલ વગર ઘરે જ સરળતાથી તૈયાર થઇ જાય છે. તો આ રીતે ઘરે બનાવો તમે પણ.
હેર સ્ટ્રેટનિંગ સ્પ્રે બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં એક ચમચી મધ લઇને બેથી ત્રણ ચમચી દૂધ નાંખો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે હોમમેડ હેર સ્ટ્રેટનિંગ સ્પ્રે. આ સ્પ્રેને એક બોટલમાં ભરી લો. બોટલનો ઉપયોગ કરતા પહેલાં એને સારી રીતે લૂંછી લો.
આ રીતે ઉપયોગ કરો
હેર સ્ટ્રેટનિંગ સ્પ્રેનો ઉપયોગ કરતા પહેલાં વાળને નોર્મલ પાણીથી ભીના કરી લો, જેથી કરીને ડસ્ટ ના રહે. પછી કાંસકાની મદદથી વાળને નેચરલી રીતે કોરા એટલે કે સુકાવા દો. હવે આ સ્પ્રેને તમારા વાળના જડમૂળમાં છાંટો. પછી વાળમાં હળવા હાથે મસાજ કરો. અડધો કલાક રહીને હેર વોશ કરી લો. તમે ઇચ્છો છો તો કેપથી પણ કવર કરી શકો છો. ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરીને કન્ડિશનર કરી લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર