Home /News /lifestyle /સિલ્કી હેર કરવા આ રીતે વાળમાં લગાવો સીરમ, 90 ટકા લોકો ખોટી રીત એપ્લાય કરે છે

સિલ્કી હેર કરવા આ રીતે વાળમાં લગાવો સીરમ, 90 ટકા લોકો ખોટી રીત એપ્લાય કરે છે

મોટાભાગનાં લોકો ખોટી રીતે સીરમ લગાવે છે.

Hair Serum Use And Benefits: ઠંડીની સિઝનમાં ટોપી, સ્કાર્ફ પહેરવાને કારણે વાળ ફ્રિઝી થઇ જાય છે જે દેખાવમાં બહુ ગંદા લાગે છે. આમ તમે વાળને સિલ્કી કરવા માટે આ રીતે સીરમ લગાવો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે અને સાથે વાળનો ગ્રોથ પણ વધે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની અસર સ્કિન અને વાળ પર જલદી થાય છે. ખાસ કરીને માથામાં ટોપી અને વૂલન સ્કાર્ફ પહેરવાને કારણે વાળ ખરાબ થઇ જાય છે. આટલું જ નહીં શેમ્પૂ અને કન્ડિશનર કર્યા પછી પણ વાળ ફ્રિઝી રહે છે અને દેખાવમાં બહુ ખરાબ લાગે છે. એવામાં આપણે વાળને સિલ્કી કરવા માટે સીરમનો ઉપયોગ કરીએ છીએ. સીરમ વાળમાં લગાવવાથી હેર સિલ્કી થાય છે અને સાથે નવો ટચ પણ મળે છે. જો કે તમને એક વાત એ જણાવી દઇએ કે સીરમ તમે પ્રોપર રીતે લગાવો છો તો વાળ મસ્ત સિલ્કી થાય છે. આમ, જો વાત કરવામાં તો સીરમ લગાવવાની પણ એક સાચી રીત હોય છે. તો જાણો તમે પણ કેવી રીતે સીરમ લગાવશો.

    આ પણ વાંચો:ઠંડીમાં મોં ધોયા પછી લગાવો આ વસ્તુ

    આ રીતે વાળમાં સીરમ લગાવો


    જ્યારે પણ તમે હેર વોશ કરી લો એ પછી વાળને બરાબર ટોવેલથી કોરા કરી લો. ભીના વાળમાં ક્યારે પણ સીરમ લગાવવી જોઇએ નહીં. હવે આંગળીનો વચ્ચેના ભાગમાં સીરમ લો અને પછી વાળમાં એપ્લાય કરો. આ સીરમના તમારે ત્રણથી ચાર જ ટપકાં લેવાના છે. સીરમ તમે વઘારે લઇ લેશો તો હેર ઓઇલી લાગશે. સીરમ તમારે સ્કેલ્પ પર લગાવવાની નથી. આ સીરમ તમારે માત્ર વાળમાં જ લગાવવાની રહેશે.

    આ પણ વાંચો:ગરમ તેલ વાળમાં કેમ લગાવવું જોઇએ

    તમે સલૂનમાં જોતા હશો કે સીરમ હાથમાં લેતા નથી અને માત્ર આંગળીઓની વચ્ચે જ લગાવીને પછી વાળમાં લગાવતા હોય છે. સીરમ લગાવવાની આ એક સાચી રીત છે જેનાથી તમારા વાળમાં પ્રોપર રીતે લાગે છે અને વાળ સિલ્કી થાય છે.

    લોકો સીરમ વિશે શું માને છે


    ઘણાં લોકો એવુ માનતા હોય છે કે હેર સીરમ લગાવ્યા પછી વાળ સ્ટ્રેટ થઇ જાય છે, પરંતુ આવું હોતુ નથી. આ સિવાય લોકો એવું પણ વિચારતા હોય છે કે સીરમ લગાવવાથી વાળ વધારે ખરે છે. જો તમે પણ આવું વિચારો છો તો આ માન્યતા ખોટી છે. સીરમથી તમારા વાળ સિલ્કી થાય છે.



    આમ, જ્યારે પણ તમે વાળમાં સ્ટ્રેટનિંગ કે ડ્રાયર કરો ત્યાર પછી ખાસ કરીને સીરમ લગાવો. સીરમ લગાવવાથી વાળમાં શાઇન આવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair Care tips, Life style, Smooth and Silky Hair

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन