ના હોય! વાળ ખરવા પાછળ પાણી, પ્રદૂષણ કે તણાવ જ નહીં, સ્થૂળતા પણ છે જવાબદાર

ખરતા વાળની સમસ્યા પ્રતિકાત્મક તસવીર

Hair care Tips: તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, સ્થૂળતા પણ વાળ ખરવા અને પાતળા થવા પાછળ જવાબદાર છે.

  • Share this:
વાળ ખરવાની સમસ્યાથી અનેક લોકો પીડાઈ રહ્યા છે. વાળ ખરતા રોકવા માટે લોકો અનેક પ્રયોગો કરે છે. પરંતુ બધાને ધાર્યા પરિણામ મળતા નથી. વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે તે સમસ્યા પાછળનું કારણ શોધવું ફરજિયાત છે. અત્યાર સુધી ખોરાક (Diet), પ્રદૂષણ, તણાવ અથવા દૂષિત પાણીને વાળ ખરવાના મુખ્ય કારણો માનવામાં આવતા હતા. પરંતુ તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, સ્થૂળતા પણ વાળ ખરવા અને પાતળા થવા પાછળ જવાબદાર છે.

આમ તો સ્થૂળતાને કારણે હૃદયરોગ, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો થતા હોય છે. પરંતુ હવે તેની ખરાબ અસર વાળ પર પણ થતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દૈનિક જાગરણના અહેવાલ મુજબ અભ્યાસના તારણો નેચર જર્નલમાં પ્રકાશિત થયા છે

કઈ રીતે થયો અભ્યાસ?

વાળ ખરવા બાબતે ઉંદર પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ફલિત થયું હતું કે, સામાન્ય આહાર ધરાવતા ઉંદરોની તુલનામાં ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક (HFD) આપવામાં આવેલા ઉંદરોમાં વાળના ફોલિકલના સ્ટેમ કોષોની એક્ટિવિટી બદલાઈ હોવાનું જણાયું હતું. ઇન્ફ્લેમેટરી સંકેતોની રચના થવાના કારણે આ તફાવત સામે આવ્યો હતો. જેના કારણે વાળ પાતળા થઈ ખરી જાય છે.

સ્થૂળતા અને વાળને ખરવા વચ્ચેના સંબંધો અંગે TMDU એટલે કે ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટી (Tokyo Medical and Dental University)ના સંશોધકોએ ઉંદર પર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં ઉચ્ચ ચરબીયુક્ત આહાર અથવા આનુવંશિક રીતે પ્રેરિત સ્થૂળતા (Heredity induced obesity) વાળને કેવી રીતે પાતળા કરે છે અને ખરી જાય છે તે અંગે તપાસ કરવામાં આવી હતી.

સંશોધનમાં શું સામે આવ્યું?

રિપોર્ટમાં જણાવાયું છે કે, સંશોધકોએ સ્થૂળતાને લીધે કેટલાક ઇન્ફ્લેમેટરી સિગ્નલના કારણે હેયર ફોલિકલ સ્ટેમ સેલ્સ (HFSC)નું ધોવાણ (Erosion) થાય છે અને તે વાળના ફોલિકલને બનતા પણ અટકાવતા હોવાનું નોંધ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે હેયર ફોલિકલ ચક્રને HFSC આપોઆપ રીન્યુ કરે છે. આ પ્રક્રિયાને કારણે જ આપણા વાળ સતત વધતા રહે છે. જોકે, ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક HFSC ઘટાડે છે અને વાળ પાતળા થવાના દરમાં વધારો થાય છે તેમ ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું.

સંશોધનના મુખ્ય લેખક હિરોનોબુ મોરિનાગા (Hironobu Morinaga)એ જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ ચરબીયુક્ત આહાર (એચએફડી) અને સ્ટાન્ડર્ડ ડાયેટ લેતા ઉંદરોના HFSCમાં જીન અભિવ્યક્તિની તુલના અને HFSC સક્રિયતા બાદ તેને ટ્રેસ પણ કર્યું હતું.

ઉચ્ચ ચરબીયુક્ત આહારથી આવી અસર થાય છે

રિપોર્ટ મુજબ સંશોધકોનું કહેવું છે કે, HFD વાળા મેદસ્વી ઉંદરોના HFSCમાં ફેરફાર થયો હતો. જે ત્વચાની સપાટી પર કોર્નોસાઇટ્સ અથવા સેબોસાઇટ્સ (Corniocytes or Sebocytes)માં રૂપાંતરિત થાય છે અને સેબમ સ્નેબોન્સ સક્રિય કરે છે. આવા ઉંદરોમાં વાળ ખરવાની ઝડપ વધી ગઈ હતી અને આ સાથે HFSCમાં પણ ઉણપ જોવા મળી હતી.

આ પણ વાંચો - લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

આ સંશોધનમાં ફલિત થયું કે, HFD ફીડિંગના માત્ર 4 અઠવાડિયામાં HFSCમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધતો જોવા મળ્યો હતો. HFSCમાં ઇન્ફ્લેમેટરી સિગ્નલે વાળના ફોલિકલ (hair follicl)ની સુધારણામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા સોનિક હેઝગ સિગ્નલિંગને ઘટાડ્યું હતું. જેના પરથી તારણ કાઢવામાં આવ્યું કે, સોનિક હેઝહાગ સિગ્નલિંગ (સોનિક હેજહોગ સિગ્નલિંગ) મારફતે HFSCના નુકસાનને અટકાવવું એ વાળ ખરતા અટકાવવાનો ઉપાય સાબિત થઈ શકે છે.
Published by:Kaushal Pancholi
First published: