ધુળેટીનાં રંગને કારણે વાળ નિસ્તેજ થઇ ગયા છે? ચમક પાછી લાવવા અજમાવો આ ઉપાય

News18 Gujarati
Updated: March 11, 2020, 3:41 PM IST
ધુળેટીનાં રંગને કારણે વાળ નિસ્તેજ થઇ ગયા છે? ચમક પાછી લાવવા અજમાવો આ ઉપાય
ધુળેટીનાં રંગને કારણે નિસ્તેજ થઇ ગયા હોય તેમને વાળની ખાસ સંભાળ રાખવી જોઈએ

જેમના વાળ હંમેશાં ડ્રાય રહેતાં હોય કે પછી ધુળેટીનાં રંગને કારણે નિસ્તેજ થઇ ગયા હોય તેમને વાળની ખાસ સંભાળ રાખવી જોઈએ.

  • Share this:
લાઇફસ્ટાઇલ : ધુળેટી (Dhuleti) રમ્યા હોય અને વાળમાં (Hair) રંગ ન જાય તેવું તો બને જ નહીં. એકવાર વાળમાં રંગ ગયો હોય તો વાળ ઘણાં જ સુકા  (dry) અને નિસ્તેજ થઇ જાય છે. આવા વાળ ખૂબ જ નિસ્તેજ અને લાઈફલેસ લાગતા હોય છે. ગમે તેટલું તેલ નાખવા છતાં અને કન્ડિશનર કરવા છતાં પણ વાળ ડ્રાય (Dry hair) લાગે છે અને જલ્દી તૂટે છે. જો તમારી પણ સમસ્યા આવી જ છે તો તમે અહીં આપેલા ઉપાયો અજમાવી જુઓ. જેમના વાળ હંમેશાં ડ્રાય રહેતાં હોય કે પછી ધુળેટીનાં રંગને કારણે નિસ્તેજ થઇ ગયા હોય તેમને વાળની ખાસ સંભાળ (hair care) રાખવી જોઈએ.

  • એક સપ્તાહમાં 2થી 3 વાર ઓઈલ મસાજ જરૂર કરાવવું જોઈએ. આ બાદ હોટ ટોવેલ ટ્રીટમેન્ટ કરવાથી ઓઈલ વાળનાં મૂળ સુધી પહોંચશે એટલે વાળ સુંવાળા અને ચમકદાર બને છે.


  • આ ઉપરાંત તમે અહીં આપેલું હેર માસ્ક લગાવો. જેમાં 1 કપ દહીં, 1 ટેબલસ્પૂન મેથી પાઉડર, અડધા લીંબુનો રસ મિક્સ કરીને આ પેસ્ટ વાળમાં લગાડવી. 1 કલાક પછી વાળ ધોઇ નાંખવા. દહીંના લીધે વાળમાંથી ડ્રાયનેસ ઓછી થઈ જશે અને મેથી પાઉડર અને લીંબુના રસથી વાળ ચમકદાર રહેશે.

  • જો તમારા વાળ ડ્રાય હોય તો તમારે હંમેશાં માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો.

  • વાળમાં વારંવાર મેંદી લગાડવાથી પણ વાળ ડ્રાય થઈ જશે. માટે વાળમાં આયુર્વેદિક પેક લગાડવો.
  • વાળમાં વારંવાર કાંસકો કે બ્રશ ફેરવવાથી સિબેસ્યિસ ગ્લેન્ડ વધુ સક્રિય બને છે જેથી ડ્રાયનેસ ઓછી થાય છે.


આ પણ વાંચો : રોજ એક ગ્લાસ આ પીણું પીવાથી વજન ઘટવાની સાથે અનેક દુખાવામાંથી મળશે મુક્તિ

આ પણ વાંચો : કપડા પરથી ચાનાં ડાઘ નથી જતા? તો અજમાવો આ Trick
First published: March 11, 2020, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading