Home /News /lifestyle /

Hair fall: વાળ ખરવાની તકલીફથી કંટાળી ગયા? પુરુષો અજમાવી શકે છે આ 6 અસરકારક Hair growth ટિપ્સ

Hair fall: વાળ ખરવાની તકલીફથી કંટાળી ગયા? પુરુષો અજમાવી શકે છે આ 6 અસરકારક Hair growth ટિપ્સ

પુરુષોનું ટાલિયાપણું દૂર કરશે આ ખાસ ટિપ્સ

Hair Fall Control Tips: વાળની સંભાળ જીવનશૈલી અને વારસાગત પરિબળો પર આધાર રાખે છે. કેટલાક પુરુષોને વારસાગત પરિબળોના કારણે ટાલ પડે છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફારો પણ વાળ ખરતા અને વાળને નુકસાન થવાની સમસ્યાને ઘટાડી શકાય છે.

    સામાન્ય રીતે સ્ત્રીઓ વાળની જાળવણીની કાળજી રાખતી હોવાની માન્યતા છે. પણ હવે સમય બદલાયો છે અને પુરૂષો પણ ફેશનેબલ વાળ રાખતા થયા છે. પરિણામે તેમને પણ વાળની જાળવણી કરવી પડે છે. તેઓ વાળને ઝડપથી વધારવા માટે જેલ, ક્રીમ અને અલગ અલગ લોશન લગાવે છે. જો કે, આમાંની મોટાભાગની પ્રોડક્ટ્સ રસાયણોથી બનેલી છે જે લાંબા ગાળે તેમના વાળને નુકસાન પહોંચાડે છે. આડઅસરના કારણે વાળ ખૂબ જ નાની ઉંમરે સફેદ થવા લાગે છે. ત્યારે વાળ ખરતા અટકાવવા અને વાળના કુદરતી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે અહીં કેટલાક ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે.

    વાળના ગ્રોથની પેટર્ન

    વાળ સામાન્ય રીતે ધીમા દરે ઉગે છે. આ ગ્રોથ દર મહિને અડધા અને ઇંચની આસપાસ હોય છે. વાળની સંભાળ જીવનશૈલી અને વારસાગત પરિબળો પર આધાર રાખે છે. કેટલાક પુરુષોને વારસાગત પરિબળોના કારણે ટાલ પડે છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફારો પણ વાળ ખરતા અને વાળને નુકસાન થવાની સમસ્યાને ઘટાડી શકાય છે. અહીં તમારા વાળની તંદુરસ્તીને અસર કરનાર કેટલાક કારણો આપવામાં આવ્યા છે.

    • વાળને સ્વસ્થ રાખવા અને વૃદ્ધિ વધારવાના કુદરતી ઉપાયો

    1. પૂરતી માત્રામાં ઊંઘ લો

    આજના યુગમાં બાળકો અને યુવાન વયના લોકો આરામ કરવાને બદલે તેમના ફોન પર વધુ સમય વિતાવે છે. પૂરતી માત્રામાં ઊંઘ ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે તમારે ઓછામાં ઓછી 7 કલાકની દૈનિક ઊંઘની જરૂર હોય છે. રાત્રે 7 થી 9 કલાક સુવાથી ગ્રોથ હોર્મોન્સને સેલના રિપ્રોડક્શનને વેગ આપવા માટે મદદ કરી શકે છે. તેનાથી વાળની તંદુરસ્તી વધશે.

    2. તણાવ ઘટાડો

    તણાવથી શરીર પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. વાળને પણ નુકસાન થાય છે. અતિશય તાણના કારણે વાળ ખરવા લાગે છે અને તે વાળના ગ્રોવિંગ ફેસને અસર પહોંચાડે છે. વાળની સાયકલને અસર થાય એટલે ફોલિકલ્સ વિશ્રામના તબક્કામાં પહોંચી જાય છે. જેથી તણાવ ઘટાડવા નિયમિત કસરત, યોગ, ધ્યાન, કાઉન્સિલિંગ, અમુક સંગીત સાંભળવું, પૂરતી ઊંઘ લેવી જેવા ઉપાય કરી શકો છો.

    3. વાળમાં હળવે બ્રશ ફેરવો

    વાળ ઓળતી વખતે બ્રશ હળવે ફેરવવું જોઈએ. વાળને વારંવાર વળવા કે ખેંચવા નહીં. વાળ સાથે રમવાથી વાળને નુકસાન થઈ શકે છે. વાળ સાથે હળવા રહેવાથી તમારા વાળને ઝડપી વૃદ્ધિ પામે છે. તમારે બ્રેઇડ્સ, પોનીટેલ્સ, કોર્નરો જેવી ચુસ્ત હેરસ્ટાઇલ, વાળને સીધા કરવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો અને હેર બ્લીચિંગ સહિતનાથી દુર રહેવું જોઈએ.

    આ પણ વાંચો-જાણો, કેટલું સુરક્ષિત છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, શું કોઇ આડઅસરો થઇ શકે છે?

    4. ધૂમ્રપાનથી દૂર રહો

    ધુમ્રપાનના કારણે વાળ ખરવા સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ધૂમ્રપાન કરવાથી વાળના ફોલિકલ્સને ખૂબ નુકસાન થાય છે અને તેના પરિણામે હેર સાયકલ અસંતુલિત થાય છે અને વાળના ગ્રોથને અસર થાય છે.

    5. માથામાં મસાજ કરો

    ખોપરી ઉપરની ચામડીનું મસાજ અથવા હેડ મસાજનો ઉપયોગ વાળને મજબૂત બનાવવાના માટે દાયકાઓથી કરવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર, જે પુરુષો ઓછામાં ઓછા 4 મિનિટની સ્કેલ્પ મસાજ કરે છે, તેઓમાં જાડા અને વધુ સારા પોષણવાળા વાળની સંભાવના વધારે હોય છે. હેડ મસાજના કારણે વાળ ખરવાનું પ્રમાણ પણ ઘટે છે અને વાળની વૃદ્ધિની પેટર્નને પ્રોત્સાહન મળે છે.

    6. વિટામિન અને મીનરલથી ભરપુર આહાર લો

    વાળના વિકાસ અને વાળના પોષણમાં આહાર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આહારમાં યોગ્ય ફળો, શાકભાજી અને ધાન, ઓછા પ્રોટીનનું સેવન કરવાથી વાળનો વિકાસ વધુ સારી રીતે થવાની સંભાવના છે. પુરુષોમાં આ વાત વધુ અસરકારક બને છે. ખાસ કરીને અમુક વિટામિન્સ અને ખનિજો વાળના તંદુરસ્ત વિકાસ સાથે સંબંધિત છે. વાળને તંદુરસ્ત બનાવવા કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, આયર્ન ફોર્ટિફાઇડ અનાજ વગેરે ઉંચા આયર્નવાળા ખોરાક તેમજ માંસ, ઇંડા અને માછલી જેવા પ્રોટીનયુક્ત આહાર લઈ શકાય.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Hair Care tips, Hair Fall control, Lifestyle

    આગામી સમાચાર