આ 5 સરળ ઘરગથ્થુ Tipsથી વાળ લાંબા અને ભરાવદાર બનશે

News18 Gujarati
Updated: December 2, 2019, 1:19 PM IST
આ 5 સરળ ઘરગથ્થુ Tipsથી વાળ લાંબા અને ભરાવદાર બનશે
સુંદર અને લાંબા વાળનું રહસ્ય

આપનાં માટે અહીં એકદમ સરળ ટિપ્સ આપી છે જેનાથી તમારી ખરતા વાળની તમામ સમસ્યાનું નિવારણ થશે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત સિઝન બદલાતા કે પછી ફાસ્ટ લાઇફ સ્ટાઇલને કારણે ખરતા વાળની સમસમ્યા વધી જાય છે. જો તમને પણ આ સમસ્યા સતાવી રહી હોયો તો આપનાં માટે અહીં એકદમ સરળ ટિપ્સ આપી છે જેનાથી તમારી ખરતા વાળની તમામ સમસ્યાનું નિવારણ થશે. તો જોઇએ ફટાફટ કામ કરતી ટિપ્સ.

  1. વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ લાંબા, ચમકદાર અને સુવાંળા થશે. એટલું જ નહીં ટાલની જગ્યાએ પણ ડુંગળીનો રસ લગાવવામાં આવે તો ફાયદો થાય છે.


  2. લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની મૂળમાં લગાડવાથી રોગી વ્યક્તિનાં વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે.

  3. રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને આ પાણી પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનાં ચૂર્ણનું સેવન કરી શકો છો. જેનાથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.

  4. ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે અનેટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ.
  5. આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને ઉકાળી લો. જ્યારે રસ સુકાઈ જાય ત્યારે ગેસ પરથી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ વાળમાં માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.


આ પણ વાંચો : ઠંડીમાં સવારે કે સાંજે નહીં પણ આ સમયે તડકામાં રહેવાથી હાડકા થશે મજબૂત

આ પણ વાંચો : દરરોજ સવારે 4 પલાળેલી બદામનો નુસખો તમને બનાવશે ફિટ એન્ડ ફાઇન
First published: December 2, 2019, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading