Home /News /lifestyle /White hair નાં કારણો: આ ઘરેલુ નુસખાઓ ફોલો કરશો તો વાળ જલદી સફેદ નહીં થાય, કાળા રહેશે
White hair નાં કારણો: આ ઘરેલુ નુસખાઓ ફોલો કરશો તો વાળ જલદી સફેદ નહીં થાય, કાળા રહેશે
મેથી સૌથી ફાયદાકારક છે.
Home remedies for white hair: આજનાં આ સમયમાં અનેક લોકોના વાળ ઝડપથી ધોળા થઇ રહ્યા છે. વ્હાઇટ હેર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો તમારા વાળ સફેદ જલદી થતા નથી અને બીજી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગનાં લોકોના વાળ દિવસેને દિવસે સફેદ થતા જાય છે. વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. નાની ઉંમરના બાળકોના પણ વાળ હવે તો સફેદ થઇ રહ્યા છે. સફેદ વાળ તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. વ્હાઇટ હેરને બ્લેક કરવા માટે લોકો અનેક પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે કેમિકલ્સ લાંબા ગાળે તમારે વાળને નુકસાન કરવાનું કામ કરે છે. તો આ નેચરલી રીતે તમે હેરને કાળા રાખી શકો છો. Herzindagi અનુસાર સફેદ વાળની સમસ્યામાંથી બચવા માટે કેટલાક ઘરેલું ઉપાયો તમે પણ વિસ્તારથી જાણી લો આર્યુવેદિક એક્સપર્ટ શિલ્પાજી પાસેથી...
બ્લેક ટી વાળના હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આનો ઉપયોગ કરવાથી વાળને સફેદ થતા રોકી શકાય છે. આની અંદર મેલેનિન અને કેરાટિન હોય છે જે સફેદ વાળને કવર કરવામાં મદદ કરે છે.
મીઠા લીમડાના પાન
મીઠા લીમડાના પાન વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. મીઠા લીમડાની અંદર પ્રોટીન અને બીટા કેરાટીનની માત્રા ભરપૂર હોય છે. મીઠા લીમડાના પાન વાળને કાળા કરે છે અને સાથે લાંબા સમય સુધી બ્લેક રાખવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાન કાળા, લાંબા અને સાથે ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આમાં તમે નારિયેળ તેલ મિક્સ કરીને પણ વાળ પર લગાવી શકો છો.
મેથીના દાણા
મેથીની અંદર વિટામીન એ, કે અને સી હોય છે. આ સાથે જ આયરન, કેલ્શિયમ અને ફોલિક એસિડ હોય છે, જે વાળમાં થતો ખોડો દૂર કરે છે અને સાથે વાળનો ગ્રોથ વઘારે છે અને સાથે સફેદ વાળ થતા રોકે છે. આને પીસીને તમે પેસ્ટ બનાવી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર