Home /News /lifestyle /મોંઘા શેમ્પૂને BYE-BYE કહો, ડેન્ડ્રફમાંથી છૂટકારો મેળવવા 2 ચમચી મીઠાંનો આ રીતે ઉપયોગ કરો
મોંઘા શેમ્પૂને BYE-BYE કહો, ડેન્ડ્રફમાંથી છૂટકારો મેળવવા 2 ચમચી મીઠાંનો આ રીતે ઉપયોગ કરો
વાળ માટે મીઠું બેસ્ટ છે.
Hair care tips: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકો વાળને ગતી સમસ્યાઓથી કંટાળી જતા હોય છે. વાળની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે મીઠું સૌથી બેસ્ટ છે. મીઠું ખરતા વાળ અટકાવે છે અને સાથે તમારી હેરની ક્વોલિટી પણ સુધારે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વાળ માટે તમે મીઠાનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. જો કે આ વા સાંભળીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી અને હેર માટે અસરકારક છે. આ સાંભળવામાં થોડુ અજીબ લાગે છે પરંતુ વાળ માટે મીઠું બહુ ફાયદાકારક છે. આ એક ઘરેલું નુસ્ખો છે જે તમારા વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. વાળની એગ્જિમા જેવી સમસ્યાને ઓછી કરે છે અને સાથે સ્કેલ્પ ઇન્ફેક્શનને ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય મીઠામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે રેગ્યુલર સ્કેલ્પને સાફ કરવામાં મદદ કરે છે. આ સાથે જ વાળ અને મીઠું કેવી રીતે તમને ઉપયોગી થાય છે એ વિશે જાણો તમે પણ વધુમાં..
વાળમાં ખોડો થવા પાછળનું સૌથી મોટુ કારણ સ્કેલ્પ પર ડેડ સેલ્સ જમા થવા જેના કારણે ગંદકી ફેલાય છે અને ફંગલ ઇન્ફેક્શન થઇ જાય છે. એવામાં ઘણી વાર શેમ્પૂ પણ પ્રોપર રીતે વાળમાં કામ કરતુ નથી અને ખોડો જતો નથી. આ સ્થિતિમાં તમે મીઠું યુઝ કરી શકો છો. મીઠાથી સ્કેલ્પ પરની ગંદકી, ખોડો અને તેલ દૂર થઇ જાય છે. આ માટે તમે સ્કેલ્પ પર થોડુ મીઠું છાંટો અને મસાજ કરો. ત્યારબાદ થોડીવાર રહીને હેર વોશ કરી લો.
મીઠાના ઉપયોગથી તમે સ્કેલ્પ ઇન્ફેક્શનની સમસ્યામાંથી બચી શકો છો. મીઠું બ્લડ સર્કુલેશન સારું કરે છે. આ સાથે જ ફ્લેક્સ દૂર કરે છે. આ માટે તમે બે ચમચી મીઠું સ્કેપર લગાવો અને આંગળીઓની મદદથી 10 થી 15 મિનિટ મસાજ કરો. ત્યારબાદ હેર વોશ કરી લો અને કન્ડિશન કરો.
વાળને હેલ્ધી બનાવે
તમારા ઝડપથી વાળ ખરે છે તો તમે મીઠાનો ઉપયોગ કરો. તમારી આ સમસ્યામાં તમે મીઠાનો ઉપયોગ પ્રોપર રીતે કરો છો તો વાળ હેલ્ધી બને છે અને ખરતા બંધ થઇ જાય છે. મીઠામાં રહેલું સોડિયમ બ્લડ વેસેલ્સને ખોલવામાં મદદ કરે છે, જેનાથી ઓક્સિજનની સાથે વાળને ન્યુટ્રિએન્ટ્સ મળે છે.
આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય જરૂર લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર