Home /News /lifestyle /ચોખાનો લોટ વાળ માટે છે સૌથી બેસ્ટ, આ રીતે વાળમાં લગાવો, ઢીંચણ સુધી લાંબા થઇ જશે

ચોખાનો લોટ વાળ માટે છે સૌથી બેસ્ટ, આ રીતે વાળમાં લગાવો, ઢીંચણ સુધી લાંબા થઇ જશે

આ લોટ વાળને સિલ્કી કરે છે.

Rice flour best for hair- ચોખાના લોટ વાળ માટે સૌથી બેસ્ટ છે. ચોખાના લોટનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો હેર મસ્ત થઇ જાય છે. વાળ ખરતા બંધ કરવા તેમજ સિલ્કી કરવા ચોખાનો લોટ સૌથી બેસ્ટ છે. ચોખાનો લોટ સ્કિન પણ ફાયદાકારક છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચોખાના લોટનો ઉપયોગ દરેક લોકો રસોડામાં કરતા હોય છે. પરંતુ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે ચોખાના લોટનો ઉપયોગ તમે વાળ માટે અને સ્કિન માટે કરો છો તો સૌથી બેસ્ટ છે. ચોખાના લોટમાંથી તમે ફેસ પેક અને હેર પેક બનાવો છો તો બેસ્ટ છે. ચોખાના લોટનો હેર પેક તમારા વાળની ક્વોલિટી સુધારે છે અને સાથે તમારા વાળને સિલ્કી કરવાનું કામ કરે છે. તમે ચોખાના લોટને તમારા રૂટિનનો હિસ્સો બનાવો છો તો સૌથી બેસ્ટ છે. આ એક નેચરલી સ્ટ્રેટની જેમ કામ કરે છે. તો જાણી લો તમે પણ ચોખાના લોટથી વાળને થતા આ ફાયદાઓ વિશે.

સ્કેલ્પ ક્લિન્ઝર તરીકે કામ કરે


ચોખાનો લોટ વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે, કારણ કે આ લોટ સ્કેલ્પને ક્લિન્ઝર કરવાનું કામ કરે છે. આમાં એન્ટી સેપ્ટીક પ્રોપટીર્ઝ હોય છે જે કોઇ પણ પ્રકારના જમ્સ અને ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ સ્કેલ્પની ગંદકી દૂર કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો:નેચરલ ગ્લો લાવવા ફોલો કરો આ ટિપ્સ

વાળનો ગ્રોથ થાય


તમારા વાળ વધતા નથી અને તમે કંટાળી ગયા છો તો ચોખાનો લોટ તમારા માટે સૌથી બેસ્ટ છે. વાળનો ગ્રોથ ઝડપથી વધારવા માટે તમે ચોખાના લોટનો ઉપયોગ કરો. ચોખાનો લોટ તમારા સ્કેલ્પ પરની ગંદકી દૂર કરે છે જેના કારણે વાળનો ગ્રોથ ફટાફટ વધે છે. આ સાથે જ તમારું બ્લડ સર્કુલેશન પણ સારું થાય છે.

હેર ફોલમાંથી છૂટકારો મળે


તમારા વાળ બહુ ખરે છે તો તમે ચોખાના લોટનો ઉપયોગ કરો. ચોખાના લોટને તમે હેર કેર રૂટીનમાં સામેલ કરો. આ લોટ તમારા ખરતા વાળ બંધ કરે છે. આ લોટનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો તમારા વાળ મસ્ત થઇ જાય છે.

આ પણ વાંચો:આઇબ્રો અને થ્રેડિંગ કરતા પહેલાં આ રીતે બરફ લગાવો

વાળ સિલ્કી કરે


તમારા વાળ બહુ રફ થઇ ગયા છે તો તમે સિલ્કી કરવા ચોખાનો લોટનો ઉપયોગ કરો. ચોખાના લોટથી તમારા રફ વાળ સિલ્કી થાય છે. આ સાથે જ તમારા વાળની ક્વોલિટી પણ સુધરે છે.


આ રીતે ઉપયોગ કરો


ચોખાના લોટનો ઉપયોગ કરવા માટે તમે સૌ પ્રથમ ચોખાને મિક્સરમાં પીસી લો. આ લોટમાં તમે પાણી નાંખો અને એમાંથી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમે વાળમાં નાંખો અને એક કલાક માટે રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો.
First published:

Tags: Hair, Hair care, Life style