Home /News /lifestyle /ભીના કે કોરા વાળમાં..તેલ ક્યારે નાખવું જોઇએ? જાણી લો સમય અને સાચી રીત
ભીના કે કોરા વાળમાં..તેલ ક્યારે નાખવું જોઇએ? જાણી લો સમય અને સાચી રીત
હેર કેર ટિપ્સ
Hair care tips: આજનાં આ સમયમાં બહુ ઓછા લોકો રેગ્યુલર વાળમાં તેલ નાંખતા હોય છે. વાળમાં ઓઇલ બરાબર ના થવાને કારણે એ ખરવા લાગે છે અને સાથે ગ્રોથ પણ વધતો નથી. આમ જો તમે આ રીતે પ્રોપર વાળમાં તેલ નાંખો છો તો અનેક સમસ્યાઓ દૂર થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં મોટાભાગના લોકોને વાળને લગતી સમસ્યાઓ થતી હોય છે. જેમાં વાળ ખરવા અને વાળમાં ખોડો થવો એ સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા પાછળ અનેક કારણો જવાબદાર છે. જો કે સૌથી મહત્વનું કારણ આપણી લાઇફ સ્ટાઇલ છે. આમ જો તમને પણ વાળને લગતી અનેક સમસ્યાઓ છે તો તમારે હેર કેર રૂટિનને ફોલો કરવું જોઇએ. તમે રેગ્યુલર તમારા વાળની કેર કરો છો તો તમારા વાળની ક્વોલિટી સુધરે છે અને સાથે ગ્રોથ પણ ફટાફટ વધે છે.
ઘણાં લોકો વાળમાં ઓઇલ નાંખતા નથી જેના કારણે પણ વાળ ખરાબ થાય છે. પરંતુ આ બધા વચ્ચે દરેક લોકોને મનમાં એ પ્રશ્ન થાય કે વાળમાં તેલ ક્યારે અને કેવી રીતે લગાવવો જોઇએ. તો જાણો ફેશન મેગેઝિનમાં બતાવવામાં આવેલી આ ટિપ્સ વિશે જે તમને બહુ કામમાં આવશે.
ભીના વાળમાં તેલ નાંખવુ જોઇએ? જો કે આ પ્રશ્ન દરેક લોકોને થતો હોય છે. આમ તમને જણાવી દઇએ કે તમે જ્યારે પણ વાળમાં તેલ નાખો ત્યારે ખાસ કરીને તમારા સ્કેલ્પ સાફ હોવા જોઇએ. જો કે મોટાભાગના લોકો એ ભૂલો કરતા હોય છે કે તેઓ ગંદા સ્કેલ્પ પર વાળમાં તેલ નાંખતા હોય છે. આમ કરાથી તેલ રહેતુ નથી અને સ્કેલ્પ પર વધારે ગંદકી જામે છે. આ માટે હંમેશા રાત્રીના સમયે તેલ લગાવો અને સવારમાં હેર વોશ કરી લો. આ એક બેસ્ટ રીત છે.
ખરેખર તો ભીના વાળમાં તેલ લગાવવું જોઇએ નહીં, પરંતુ જો તમે ભીના વાળમાં તેલ લગાવવા ઇચ્છો છો તો તમારે બદામનું તેલ જેવા સામાન્ય તેલનો ઉપયોગ કરવો જોઇએ, જેથી કરીને વાળને નુકસાન ના થાય.
સુકા વાળમાં તેલ લગાવો
તમારા વાળ સુકા એટલે કે ભીના નથી તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરો. આ ટાઇપનું તેલ વાળમાં લગાવવાથી હેરને કોઇ નુકસાન થતુ નથી અને ફાયદો થાય છે.
વાળમાં તેલ લગાવવાની સાચી રીત
તમે જ્યારે પણ વાળમાં તેલ લગાવો ત્યારે હુંફાળુ ગરમ કરી લો.
પછી વાળને અડધા ભાગમાં વહેંચી લો અને આંગળીઓના ટેરવાથી માલિશ કરો.
ધીરે-ધીરે વાળમાં મસાજ કરો અને પછી કાંસકો ફેરવી લો.
આમ કરવાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર