Home /News /lifestyle /પાલકમાંથી આ રીતે બનાવો 'નેચરલ હેર કલર', વાળ મસ્ત સિલ્કી અને શાઇની થશે   

પાલકમાંથી આ રીતે બનાવો 'નેચરલ હેર કલર', વાળ મસ્ત સિલ્કી અને શાઇની થશે   

પાલકમાંથી બનાવો હેર કલર

Home made natural color: પાલક હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. પાલકમાંથી તમે આ રીતે કલર બનાવીને વાળમાં લગાવો છો તો હેરની ક્વોલિટી સુધરે છે અને તમારો લુક મસ્ત લાગે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજકાલ અનિયમિત ખાનપાને કારણે હેલ્થ પર ખરાબ પ્રભાવ પડે છે જેના કારણે વાળને સૌથી મોટુ નુકસાન થાય છે અને વાળ ખરવા લાગે છે. આ માટે વાળને નેચરલ લુક તમે આપવા ઇચ્છો છો તો આ પાલકનો હેર પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. માર્કેટમાં મોંઘી પ્રોડક્ટ્સ અનેક જગ્યાએ મળે છે પરંતુ જો તમે પાલકનો ઉપયોગ નેચરલ કલર રીતે વાળમાં કરો છો તો સૌથી બેસ્ટ છે. પાલકમાંથી બનાવેલો આ હેર કલર તમને મસ્ત રિઝલ્ટ આપે છે. આ સાથે જ તમારા ખરતા વાળ બંધ થઇ જાય છે અને વાળ સિલ્કી પણ થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પાલકમાંથી હેર કલર.

  સામગ્રી


  એક કપ સુકાયેલા પાલક

  એક કપ ઇન્ડિગો પાવડર

  આ પણ વાંચો: 'સ્ટ્રેપ એ' ફીવરે લોકોમાં વધારી ચિંતા, જાણી લો લક્ષણો

  એક ચમચી ઇંડા

  ½ ચમચી હળદર

  હેર કલર બનાવવાની રીત  • પાલકમાંથી હેર કલર બનાવવા માટે સૌથી પહેલાં 100 ગ્રામ પાલકના પાનને કપડાથી સાફ કરી લો.

  • ત્યારબાદ પાલકને કટ કરી લો અને તડકામાં એક દિવસ માટે સુકવી દો.

  • પછી એક બાઉલમાં ઇન્ડિગો પાવડર લો અને એમાં ઇંડા-હળદર નાંખો.

  • હવે પાલકના પાનને મિક્સરમાં નાંખો અને પીસી લો.


  આ પણ વાંચો: માત્ર 7 દિવસમાં પગની કાળાશ દૂર કરો

  • જરૂર મુજબ આમાં હુંફાળા પાણી મિક્સ કરો. તમે ઇચ્છો છો તો આમાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો.

  • તો તૈયાર છે તમારો હેર કલર.

  • આ હેર કલરને તમે સ્ટોર પણ કરી શકો છો.


  ઉપયોગ કરવાની રીત

   • તમારે આ હેર કેલરનો ઉપયોગ નોર્મલ મહેંદીની જેમ કરવાનો છે.

   • હેર કલરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તમે વાળને ખોલી દો.

   • પછી હેર કેલરને એક બાઉલમાં લઇ લો અને એમાં જૈતુનનું તેલ મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દો.

   • બ્રશની મદદથી હવે વાળમાં લગાવો અને લગભગ આ માસ્કને 3 થી 4 કલાક માટે રહેવા દો.


  • જ્યારે 4 કલાક થઇ જાય ત્યારે વાળને હુંફાળા પાણીથી ધોઇ લો. તમારે કોઇ પણ પ્રકારના કેમિકલ શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી.

  • જો તમે વાળમાં શેમ્પુ લગાવો છો તો હેર કલર જતો રહે છે અને વાળમાં ઇફેક્ટ લાગતી નથી.

  Published by:Niyati Modi
  First published:

  Tags: Hair Care tips, Hair color, Life style

  विज्ञापन
  विज्ञापन