વધતી ગરમીમાં આ રીતે રાખો વાળની સંભાળ

News18 Gujarati
Updated: March 13, 2018, 4:26 PM IST
વધતી ગરમીમાં આ રીતે રાખો વાળની સંભાળ
News18 Gujarati
Updated: March 13, 2018, 4:26 PM IST
બદલાતા મોસમમાં વાળની સંભાળ રાખવી ઘણી જરૂરી છે. કેટલીય સંભાળ પછી પણ વાળ ચીપચીપ અને ફ્રીઝી લાગે છે. તેવામાં બજારમાં મળતા કેમિકલવાળા પ્રોડ્ક્ટ લગાવવાથી વાળ પર અસર થાય છે અને તે ખરાબ થઈ શકે છે. આજે આપણે ઘરના રસોડામાં જ ઉપલ્બ્ધ ચીજોથી વાળમાં નવી જાન કઈ રીતે લાવી શકીએ તે જોઈએ.

શુષ્ક વાળ માટે
પાંચ મોટા ચમચા બેસન અને દહીંમાં જૈતૂનના તેલનો ભેળવો. આ પેસ્ટને વાળ પર લગાવીને 20 મિનિટ સુધી રાખો. હવે શેમ્પૂ કરી લો, સાથે જ કંડીશનર કરવાનું ન ભુલશો. બેસનથી તમારા વાળની જડો મજબૂત બને છે. જ્યારે દહીં અને જેતૂનના તેલથી વાળમાં ચમક આવે છે.

ઓઈલી વાળ માટે

બે મોટા ચમચા બેસન અને મેથીના દાણાને કોકોનટ મિલ્કમાં ભેળવો. આનાથી માથાની માલિશ કરો અને એક કલાક માટે વાળમાં રહેવા દો. શેમ્પૂ પછી કંડીશનર કરો. આ પેકથી વાળમાં ચિકળાપણામાંથી મુક્તિ મળી જશે અને તેમાં ચમક આવી જશે.

સામાન્ય વાળ માટે
એક ઈંડાની સફેદીમાં 2 મોટા ચમચા બેસન અને તેટલી જ માત્રામાં બદામનો પાવડર ભેળવો. તેને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવો. અડધા કલાક પથી શેમ્પૂ કરી લો. આ હેરપેકના કારણે વાળની ગુણવત્તા વધે છે અને તેમાં ચમક આવે છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर