Home /News /lifestyle /

વાળનો ગ્રોથ વધારે અને તેને સોફ્ટ એન્ડ સિલ્કી બનાવે છે આ ખાસ ફ્રૂટની છાલ, જાણો તેનાં અઢળક ફાયદા

વાળનો ગ્રોથ વધારે અને તેને સોફ્ટ એન્ડ સિલ્કી બનાવે છે આ ખાસ ફ્રૂટની છાલ, જાણો તેનાં અઢળક ફાયદા

અર્જુન ફ્રૂટની છાલ છે વાળની તમામ સમસ્યાનો ઉત્તમ ઇલાજ

Hair Care Tips: આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ (White Hair Issue) થવાની સમસ્યા સામાન્ય છે. અર્જુનનો છાલનો પાવડર આનાથી બચવામાં ખૂબ જ અસરકારક છે. અર્જુનની છાલના પાવડરને મહેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ અકાળે સફેદ થતા નથી

    Hair Care Tips: પ્રકૃતિમાં તમામ રોગની સારવાર (Natural cure) છુપાયેલી છે. ઘણા છોડ એવા છે, જે મનુષ્યો માટે દવાનું કામ કરે છે. આ છોડ કે વૃક્ષના અલગ-અલગ ભાગના સેવનથી શરીરની અનેક પ્રકારની બીમારીઓને દૂર ભગાડી શકાય છે. આવાજ એક વૃક્ષનું નામ અર્જુન (Arjun tree) છે. આ વૃક્ષ પર આવતા ફળ અને તેની છાલ (Bark) ઔષધીય ગુણ ધરાવે છે. અર્જુન નામના આ વૃક્ષની છાલનો ઉકાળો પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે. આ સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તે હાડકાં મજબૂત રાખવા માટે પણ મદદરૂપ થાય છે.

    આ વૃક્ષમાં આવતા ફળ ખાવાથી એસિડિટી અને ગેસની સમસ્યા દૂર ભાગે છે. અર્જુનની છાલ કફ, શરદી- ઉધરસ અને સ્થૂળતાની સમસ્યાથી છુટકારો આપે છે. આયુર્વેદમાં અર્જુન વૃક્ષની છાલ અને ફળને દિવ્ય ઔષધિ માનવામાં આવ્યા છે. તે વાળના આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. અર્જુનની છાલની પેસ્ટ બનાવી વાળને લગાવી શકાય છે. તે વાળ (Hair)ની ગુણવત્તા અને ગ્રોથ (Growth) વધારવા માટે મદદગાર સાબિત થઈ શકે છે.

    આજે અહીં આપણે વાળ માટે અર્જુનના ઔષધીય ઉપયોગો વિશે વાત કરીશું. તમારા વાળ નબળા કે સફેદ થઈ રહ્યા હોય તો અર્જુનની છાલનો પાવડર તમને ખૂબ મદદ કરી શકે છે. તો ચાલો વાળ માટે અર્જુનના ઔષધીય ઉપયોગ અંગે કેટલીક માહિતી મેળવીએ.

    વાળની લંબાઈ વધારવા અર્જુનની છાલનો ઉપયોગ

    વાળ પાતળા અને નબળા હોય તેવી સ્થિતિમાં અર્જુનની છાલને સુકવીને પીસીને પાવડર બનાવી વાળમાં લગાવી કરી શકાય છે. જેનાથી તમારા વાળ ઝડપથી વધવા લાગશે અને જાડા પણ થશે.

    સફેદ વાળથી બચવા માટે અર્જુનની છાલ

    આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય છે. અર્જુનનો છાલનો પાવડર આનાથી બચવામાં ખૂબ જ અસરકારક છે. અર્જુનની છાલના પાવડરને મહેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ અકાળે સફેદ થતા નથી. તેમજ સફેદ થતા વાળ પણ ધીમે ધીમે કાળા થવા લાગે છે. અર્જુનના છાલના ચૂર્ણનો વાળમાં ઉપયોગ કરવાથી તે લાંબા તેમજ કાળા રહે છે.

    વાળની મજબૂતી વધારે

    અર્જુનના છાલના પાવડરનો ઉપયોગ કરવાથી આપણા વાળ લાંબા અને કાળા તેમજ મજબૂત બને છે. તે વાળ ખરતા અટકાવે છે.

    અર્જુનની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો

    અર્જુનની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓમાં કરવામાં આવે છે. તેના ચૂર્ણનું દૂધ અથવા સાફ સાદા પાણી સાથે સેવન કરી શકાય છે. આ સિવાય અર્જુનની છાલના હેર-માસ્કનો ઉપયોગ કરીને વાળને કાળા, જાડા અને મજબૂત રાખી શકાય છે. તેના ઉપયોગથી વાળ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે.

    (Disclaimer: આ લેખમાં આપેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News18 આ વાતની પુષ્ટિ નથી કરતું. આનો અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Hair care, Hair Problem, Long Black Hair

    આગામી સમાચાર