Hair Care Tips: ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન, તો ટાલથી બચવા માટે કરો આ ઉપાય

નવા વાળ ઉગાડવા માટે માથામાં લગાવો કેળા-લીંબુની પેસ્ટ (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Tips to Remove Baldness: ખરતા વાળ અને વધતી ટાલની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

  • Share this:
Tips to Remove Baldness: ખરતા વાળ (Hair Fall)ની સમસ્યાથી આજે લગભગ દરેક વ્યક્તિ પરેશાન છે. પરંતુ ઘણી વખત હોર્મોન સ્તરમાં આકસ્મિક પરિવર્તન, બાળકના જન્મ બાદ નબળાઈ, મહિલાઓમાં કેલ્શિયમની ઉણપ અને કોઇ બીમારીના કારણે મોટાભાગે આ સમસ્યા (Problem) વધી જાય છે. જેના કારણે લોકો ટાલ (Baldness)નો શિકાર થવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે અહીં જણાવેલ અમુક ઉપાયો (Home Remedies)ને અપનાવી શકો છો. આવો જાણીએ તેના વિશે...

જેઠીમધ – કેસર
ખરેલા વાળને પરત ઉગાડવા માટે અને ટાલને દૂર કરવા માટે તમે જેઠીમધની મદદ લઇ શકો છો. તેના માટે થોડું જેઠીમધ લો અને તેમાં દૂધના અમુક ટીંપા નાંખો, સાથે જ એક ચપટી કેસર પણ નાંખો. પછી તેને પીસીને બારીક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા માથામાં લગાવો અને સવારે શેમ્પૂ કરી લો.

કેળા – લીંબુ
એક કેળાને લઇને તેને સારી રીતે મેશ કરી લો પછી તેમાં અમુક ટીંપા લીંબુનો રસના ભેળવો. ત્યાર બાદ આ પેસ્ટને હેર કલરના બ્રશ દ્વારા માથા પર લગાવીને અમુક કલાકો માટે રહેવા દો. પછી શેમ્પૂ કરી લો. તેનાથી વાળ ખરવાનું પણ ઓછું થશે અને વાળ ફરી ઉગવા લાગશે.

ડુંગળી

ડુંગળીના ફોતરા કાઢીને ડુંગળીને બે ભાગમાં કાપી લો. ત્યાર બાદ ડુંગળીને માથામાં તે જગ્યાઓ ધીમે-ધીમે રોજ 5-7 મિનિટ ઘસો, જ્યાંથી વાળ વધુ ખરી રહ્યા છે. તેનાથી વાળનું ખરવાનું પણ બંધ થશે અને નવા વાળ ઉગવાનું શરૂ થશે.

કલોંજી

કલોંજીનો ઉપયોગ પણ તમે વાળને ખરતા અટકાવવા અને નવા વાળ ઉગાડવા માટે કરી શકો છો. તેના માટે કલોંજીને પીસીને પાઉડર બનાવી લો. પછી આ પાઉડરને પાણીમાં ભેળવી આ પાણીથી તમારા વાળનું ધોઇ લો થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી તમારા વાળ ઓછા ખરશે અને માથામાં નવા વાળ પણ ઉગવા લાગશે.

આંબળા – લીમડો

થોડો આંબળાનો પાઉડર અને લીમડાના પાંદડાઓને પાણીમાં સારી રીતે ઉકાળી લો. આ પાણીમાં સપ્તાહમાં બે વખત વાળ ધોઇ લો. તેનાથી વાળ ખરતા અટકશે અને નવા વાળ ઉગવા લાગશે.

આ પણ વાંચો, Healthy Food: કાકડીનું એક ગ્લાસ પાણી પેટની ચરબી કરશે દૂર, આવી રીતે કરો ઉપયોગ

લીલી કોથમીર

વાળને ખરતા અટકાવવા અને નવા વાળ ઉગાવવા માટે તમે કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે તમે કોથમીરને બારીક પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા માથા પર લગાવી થોડા કલાકો સુધી રહેવા દો અને પછી શેમ્પૂ વડે ધોઇ લો. થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી નવા વાળ ઉગવા લાગશે.

(Disclaimer: આ લેખમાં રજૂ કરવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય માન્યતા પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.)
First published: