વાળને સિલ્કી સ્મૂધ અને સોફ્ટ બનાવવાં ઘરે બનાવો આ એક નેચરલ પેસ્ટ, નહીં ખર્ચવા પડે પાર્લરનાં હજારો રૂપિયા
વાળને સિલ્કી સ્મૂધ અને સોફ્ટ બનાવવાં ઘરે બનાવો આ એક નેચરલ પેસ્ટ, નહીં ખર્ચવા પડે પાર્લરનાં હજારો રૂપિયા
હેર કેર ટિપ્સ
Hair Care Tips: દરેક મહિલા અને પુરૂષોની ઈચ્છા હોય છે કે તેમના વાળ સિલ્કી, સ્મૂધ અને સોફ્ટ હોય. તો ચાલો આજે તમને એવી એક નેચરલ પેસ્ટ વિશે જણાવીશું, જે લગાવ્યા બાદ વાળ એકદમ સિલ્કી, સોફ્ટ થઈ જશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રદુષણ યુક્ત હવામાન (Polluted Air) અને આપણી ખરાબ જીવન શૈલી (Bad Lifestyle) અને ખાનપાનને કારણે ભાગ્યે સૌથી વધુ અસર આપણાં વાળ પર થાય છે. તે રુષ્ક થતા જાય છે અને તુટવાં લાગે છે. મોટાભાગનાં લોકોમાં વાળની સમસ્યાઓ દિવસને દિવસે વધી રહી છે. મહિલાઓની સાથે પુરૂષો અને બાળકોમાં પણ વાળની સમસ્યાઓ જોવા મળી રહી છે. એવામાં જે લોકો કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે તેમના વાળ વધુ જલ્દી ખરાબ થવા લાગે છે. શરૂઆતમાં આ ટ્રીટમેન્ટ્સની સારી ઈફેક્ટ દેખાય છે પરતુ સમય જતા તેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે. જેથી આજે અમે તમને એવા ખાસ હેર પેક વિશે જણાવીશું, જેને જો મહિલા અને પુરૂષો બંને લગાવશે તો વાળમાં કેમિકલ્સવાળા કંડીશનર લગાવવાની જરૂર નહીં પડે અને વાળ નેચરલી સોફ્ટ અને સિલ્કી થશે.
વાળને હેલ્ધી રાખવા માટે સૌથી પહેલાં વાળને અનુરૂપ યોગ્ય શેમ્પૂ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારા વાળને નુકસાન ન થાય અને વાળ હેલ્ધી રહે.
પોષણ યુક્ત હેર પેક- સારાં વાળ માટે હેર પેક લગાવવો ખૂબ જ જરૂરી છે. જેથી સપ્તાહમાં એકવાર કોઈપણ નેચરલ હોમમેડ હેર પેક અવશ્ય લગાવો. તેનાથી વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી અને લાંબા થશે, સાથે જ ખરવાના બંધ થશે.
સોફ્ટ અને સિલ્કી વાળ માટેનો હેર પેક- એક બાઉલમાં 1 કેળું લઈને મેશ કરી લો. પછી તેમાં 1 ચમચી ઓલિવ ઓઇલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં 30 મિનિટ સુધી લગાવી શેમ્પૂ કરી લો. આનાથી વાળ સિલ્કી, સ્મૂધ અને શાઈની બનશે.
રાતે આટલું ધ્યાન રાખો -વાળને રાતે ક્યારેય ભીના રાખવા નહીં અને ટોવેલથી ઘસીને લૂછવા નહીં. તેનાથી વાળને નુકસાન થાય છે અને વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે અને રફ થઈ જાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર