Home /News /lifestyle /

કર્લી વાળની આ રીતે રાખો કાળજી, નહીં પડે એક પણ ગૂંચ અને વાળ નહીં રહે ફુલેલા

કર્લી વાળની આ રીતે રાખો કાળજી, નહીં પડે એક પણ ગૂંચ અને વાળ નહીં રહે ફુલેલા

આ રીતે કર્લી વાળની કેર કરો

curly hair tips: તમારા વાળ કર્લી છે અને તમારાથી પ્રોપર કેર નથી થતી તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો કર્લી હેર જરા પણ ફુલેલા રહેશે નહીં અને તમને ગમવા પણ બહુ લાગશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજકાલ અનેક લોકો કર્લી વાળ કરાવતા હોય છે. કર્લી વાળ અનેક લોકોને ગમતા હોય છે. જો કે કર્લી વાળની ફેશન પાછી આવી છે. કર્લી વાળ દરેકને ગમતા તો હોય છે પરંતુ એની કેર કરવી એટલી જ અઘરી છે. જો તમે કર્લી વાળને કેર બરાબર કરતા નથી તો એ બહુ ગુંચવાઇ જાય છે અને હેર સરખા કરતી વખતે અનેક રીતે તકલીફ પડે છે. આ માટે કર્લી વાળમાં તેલ પણ સમયે નાંખવું જોઇએ. કર્લી વાળ ડ્રાય જલદી થઇ જાય છે. કર્લી વાળની તમે યોગ્ય રીતે સંભાળ કરતા નથી તો એ ખરાબ બહુ જલદી થઇ જાય છે. આમ, જો તમે કર્લી વાળ કરાવવાનું વિચારી રહ્યા છો અથવા તો તમારા વાળ કર્લી છે તો આ રીતે કરો કેર. જો તમે આ રીતે કેર કરશો તો તમારા વાળને કશું જ થશે નહીં.

    ઓઇલ મસાજ પ્રોપર કરો


    તમારા વાળ કર્લી છે તો તમે ઓઇલ રોજ કરો. રોજ વાળમાં તેલ નાંખવાથી તમારા વાળમાં ગુંચ નહીં પડે અને વાળ ફઝી પણ નહીં રહે. આ માટે જ્યારે પણ તમે હેર વોશ કરો એ પહેલાં થોડુ તેલ હુફાળું કરો અને પછી વાળમાં મસાજ કરો. ત્યારબાદ તમે હેર વોશ કરશો તો તમારા વાળ ફ્રિઝી રહેશે નહીં.

    આ પણ વાંચો:  દરરોજ આ ટાઇમે ચહેરા પર લગાવો બદામનું દૂધ

    કન્ડિશનરનો ઉપયોગ કરો


    જ્યારે પણ તમે હેર વોશ કરો એ પછી હંમેશા કન્ડિશનર કરવાનું રાખો. કન્ડિશનર કરવાથી તમારા વાળ ફુલેલા રહેશે નહીં. જો તમે એકલું શેમ્પુ કરો છો તો તમારા વાળ ફુલેલા રહેશે. આ માટે હંમેશા શેમ્પુ કર્યા પછી કન્ડિશનર કરવાનું રાખો. કન્ડિશનર કરવાથી તમારા વાળ સિલ્કી થાય છે. આ માટે જ્યારે પણ તમે હેર વોશ કરો ત્યાર પછી કન્ડિશનર કરવાનું ભૂલશો નહીં.

    આ પણ વાંચો: રોજ 'આટલી' મિનિટ કરો કિસ

    વુડન કોમ્બનો ઉપયોગ કરો


    તમારા હેર કર્લી છે તો તમે વુડન કોમ્બનો ઉપયોગ કરો. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના વુડન કોમ્બ મળે છે. મોટા દાંતવાળો વુડન કોમ્બ તમે લો છો તો એનાથી જલદી તમારા વાળની ગૂંચ નીકળી જાય છે. આ સાથે જ તમારા વાળ તમને ખેંચાતા પણ નથી. વુડન કોમ્બનો ઉપયોગ દરેક લોકો કરી શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair care, Hair Care tips, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन