Home /News /lifestyle /પાતળા વાળમાં આ રીતે તરત જ દેખાડો ગ્રોથ, કમાલના છે આ 2 હેર હેક્સ, ફોલો કરો તમે પણ

પાતળા વાળમાં આ રીતે તરત જ દેખાડો ગ્રોથ, કમાલના છે આ 2 હેર હેક્સ, ફોલો કરો તમે પણ

કાંસકો વાળ માટે જરૂરી છે.

Hair care tips: આજનાં આ સમયમાં મોટાભાગના લોકોને હેરની સમસ્યા હોય છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ જો વાત કરવામાં આવે તો અનેક લોકોના વાળ પાતળા હોય છે. પાતળા હેર તમારા લુકને બગાડવાનું કામ કરે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક છોકરીઓ પોતાના વાળને લઇને ચિંતામાં રહેતી હોય છે. સારા વાળ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. વાળનો ગ્રોથ વધારવા અને સાથે-સાથે સિલ્કી કરવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. આમ, ઘણાં બધા લોકોના વાળ બહુ પાતળા હોય છે. વાળ પાતળા હોવાને કારણે આખો લુક બગડી જાય છે. પાતળા વાળમાં હેર સ્ટાઇલ પણ સારી કરી શકાતી નથી. આમ, પાતળા વાળમાં વોલ્યુમ હોતા નથી જેના કારણે એ ચોંટેલા રહે છે. તમે પણ પાતળા વાળથી કંટાળી ગયા છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..

આ પણ વાંચો:આ રીતે શિકાકાઇથી વાળને કાળા કરો

આ રીતે વાળનો ગ્રોથ દેખાડો


ઊંધો કાંસકો ફેરવો


તમે કોઇ પણ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને વાળને ગ્રોથ દેખાડો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારી આ ભૂલ તમારા વાળને ખરાબ કરવાનું કામ કરે છે. આ માટે તમે વાળને બાઉન્સી કરવા અને ગ્રોથ દેખાડવા માટે તમે વાળમાં કાંસકો ઊંધો ફેરવો.

આ પણ વાંચો:આ રીતે ચહેરા પરના બ્લેકહેડ્સ કરી દો છૂ

આ માટે તમે વાળને પાછળથી આગળની બાજુમાં લાવો અને પછી કાંસકો ઊંધો ફેરવો. 8 થી 10 વાર તમે આ રીતે કરશો તો તમારા વાળનો ગ્રોથ દેખાશે અને સાથે બાઉન્સી પણ થશે. તમે જ્યારે વાળમાં ઊંધો કાંસકો ફેરવો છો ત્યારે વોલ્યુમ ભરપૂર દેખાશે. આ ટ્રિક એક બેસ્ટ છે. ઘણાં સલુનમાં પણ આ ટ્રિક લોકો અજમાવતા હોય છે.

હેર સ્પ્રેનો ઉપયોગ કરો


પહેલા વાળમાં ઊંધો કાંસકો ફેરવી લો. હવે ક્રાઉન એરિયાને વાળને નાના-નાના પાર્ટીશન બનાવો અને જડથી હેર સ્પ્રે કરો. ધીરે-ધીરે આગળની બાજુએથી પાછળ તમે હેર સ્પ્રે કરતા જાવો.



ધ્યાન રહે કે સ્પ્રે જડની પાસેથી એક ઇંચની દૂર પર કરવાનો છે. આમ કરવાથી થોડા સમય પછી વાળનો ગ્રોથ દેખાશે અને સાથે ઘટ્ટ પણ લાગશે. હવે તમે કોઇ પણ હેર સ્ટાઇલ કરો છો તો મસ્ત લાગે છે. આ માટે તમે પાર્ટીશન તેમજ વાળની લટને થોડી-થોડી પકડીને તમે હેર સ્પ્રે કરો છો તો સૌથી બેસ્ટ છે. આ રીતે સ્પ્રે કરવાથી વાળ મસ્ત થઇ જશે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Hair Care tips, Life Style News

विज्ञापन