Home /News /lifestyle /Shraddha Kapoor જેવા લાંબા+કાળા વાળ કરવા છે? તો આ રીતે ઘરે બનાવો કોકોનટ વોટર હેર સ્પ્રે
Shraddha Kapoor જેવા લાંબા+કાળા વાળ કરવા છે? તો આ રીતે ઘરે બનાવો કોકોનટ વોટર હેર સ્પ્રે
વાળ લાંબા અને મસ્ત થાય છે.
Hair care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં દરેક લોકોને વાળને લગતી સમસ્યાઓ હોય છે. કોઇને વાળ ખરવાની છે, તો કોઇને વાળના ગ્રોથને લઇને તકલીફ છે. આ સાથે જ અનેક લોકોને વાળમાં વારંવાર ખોડો થવાની સમસ્યા રહેતી હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોકોનટ વોટર વિટામીન, મિનરલ્સ, પોટેશિયમ અને નેચરલ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્યની સાથે-સાથે વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને વાળને લગતી સમસ્યાઓ થતી હોય છે. વાળ ખરવા, વાળ તૂટવા, વાળમાં ખોડો થવો જેવી અનેક સમસ્યાઓથી લોકો કંટાળી જતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે પ્રોપર રીતે હેર કેર કરો છો તો વાળ મસ્ત લાંબા વધે છે અને સાથે ગ્રોથ પણ થાય છે.
આમ, તમે વાળને ફટાફટ લાંબા કરવા ઇચ્છો છો તો કોકોનટ હેર સ્પ્રે તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. કોકોનટ હેર સ્પ્રે તમારા વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. કોકોનટ વોટર તમારા વાળને હાઇડ્રેટ કરે છે અને સાથે-સાથે ડીપ ક્લિન કરવાનું કામ કરે છે. તો જાણો ઘરે કેવી રીતે કોકોનટ વોટર હેર સ્પ્રે બનાવશો.