Home /News /lifestyle /ઠંડીમાં વાળ ડ્રાય અને ડલ થઇ જાય છે: આ ઘરેલું ઉપાયો અજમાવો અને ચમક પાછી લાવો, સાથે સ્ટ્રોંગ થશે
ઠંડીમાં વાળ ડ્રાય અને ડલ થઇ જાય છે: આ ઘરેલું ઉપાયો અજમાવો અને ચમક પાછી લાવો, સાથે સ્ટ્રોંગ થશે
ઠંડીમાં વાળ ખરાબ થાય છે.
Winter hair care tips: સામાન્ય રીતે ઠંડીમાં મોટાભાગના લોકોના વાળ ડ્રાય થઇ જાય છે અને ડેમેજ થવા લાગે છે. વાળ ડલ થવાને કારણે પર્સનાલિટી ખરાબ પડે છે અને સાથે તમે ગમે તેવા તૈયાર થાવો તો પણ તમારો લુક પ્રોપર લાગતો નથી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળો આવે એટલે વાળને લગતી અનેક સમસ્યાઓ શરૂ થઇ જાય છે. ઠંડીમાં ખાસ કરીને વાળ ડ્રાય થઇ જાય છે. આ સાથે જ વાળ ખરતા પણ વધારે હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો છોકરીઓ વાળ પાછળ અનેક ઘણો ખર્ચો પાર્લરમાં જઇને કરતી હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે જો તમે આ ઘરેલું ઉપાયોથી વાળની કેર કરો છો તો તમારા વાળ સિલ્કી થાય છે અને સાથે વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. આ ઘરેલું ઉપાયો તમને મોંધા પણ પડશે નહીં. આ સસ્તા ઉપાયો તમારા વાળમાં મોંઘુ કામ કરે છે. તો જાણો આ ઉપાયો વિશે.
કોકોનટ ઓઇલ, મધ, લીંબુ
કોકોનટ ઓઇલ, મધ અને લીંબુ તમારા વાળને નેચરલી રીતે કન્ડિશનર કરવાનું કામ કરે છે. આ ત્રણ વસ્તુ તમારા વાળને ખરતા અટકાવે છે. મધ અને લીંબુ તમારા વાળનો ખોડો દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે એક બાઉલમાં લીંબુ, મધ અને કોકોનટ ઓઇલને મિક્સ કરી લો. પછી આ માસ્ક તમારા વાળમાં લગાવો અને સુકાઇ જાય પછી પાણીથી હેર વોશ કરી લો.
તમારા વાળ બહુ ડ્રાય થઇ ગયા છે તો તમે રેગ્યુલર તેલથી માલિશ કરવાનું રાખો. તેલથી માલિશ કરવાથી તમારા વાળની ક્વોલિટી સુધરે છે. આ માટે હંમેશા હુંફાળા તેલથી માલિશ કરો. આ તેલની માલિશ કરવાથી વાળ સ્ટ્રોંગ થાય છે અને સાથે ચમક આવે છે.
હોમ મેડ હેર માસ્ક
વાળને સારા કરવા માટે તમે ઘરે જાતે જ માસ્ક બનાવી શકો છો. આ માટે તમે મુલ્તાની માટી, આંમળા, શિકાકાઇ પાવડરને ભેગા કરી લો અને પછી તમારા વાળમાં લગાવો. 40 મિનિટ રહીને હેર વોશ કરી લો. આમ કરવાથી તમારા વાળને કન્ડિશનર કરવાનું કામ કરે છે.
તમારા વાળ ડ્રાય થઇ ગયા છે તો તમે રોઝ વોટરથી મસાજ કરવાનું રાખો.
પાણી પીઓ અને ખોરાક ખાઓ
આ બન્ને વસ્તુ બહુ જરૂરી છે. ઘણાં લોકો બહુ ઓછુ પાણી પીતા હોય છે જેની અસર વાળ, સ્કિન અને હેલ્થ પર થાય છે. આ માટે દિવસમાં પાણી પીવાની આદત પાડો અને સાથે હેલ્ધી ખોરાક ખાઓ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર