Home /News /lifestyle /ગરમીમાં 1 week માં કેટલી વાર હેર વોશ કરવા જોઇએ? શું તમે જાણો છો આ વિશે?
ગરમીમાં 1 week માં કેટલી વાર હેર વોશ કરવા જોઇએ? શું તમે જાણો છો આ વિશે?
ગરમીમાં વાળમાં પરસેવો વધારે થાય છે.
Hair care in summer: ગરમીમાં પરસેવાને કારણે વાળ જલદી ખરાબ થઇ જાય છે. આ પરસેવો વાળમાંથી દૂર કરવો ખૂબ જરૂરી છે. વાળમાંથી તમે પરસેવો દૂર કરતા નથી તો હેર ડેમેજ થાય છે અને સાથે ખરવા લાગે છે.
Hair care: ગરમીમાં ખાસ કરીને વાળનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. ગરમીમાં પરસેવાને કારણે વાળ ખરાબ જલદી થઇ જાય છે. પરસેવો થવાને કારણે વાળમાં ખોડો વધારે થાય છે અને સાથે ડેમેજ પણ થાય છે. આમ, તમે ગરમીમાં હેર વોશ પ્રોપર રીતે કરતા નથી તો ખરવા લાગે છે અને સાથે ખરાબ પણ થાય છે. શું તમે જાણો છો ગરમીમાં એક અઠવાડિયામાં કેટલી વાર હેર વોશ કરવા જોઇએ? તમે આ વાતનો જવાબ જાણતા નથી તો જાણો અહીં.
ગરમીમાં પરસેવાને કારણે વાળ જલદી ખરાબ થાય છે. આ ગરમીમાં વાળમાંથી પરસેવો દૂર કરવો ખૂબ જરૂરી છે. આ માટે દરેક લોકોએ અઠવાડિયામાં બેથી ત્રણ વાર ગરમીમાં હેર વોશ કરવા જોઇએ. ઘણાં લોકો એક જ વાર હેર વોશ કરતા હોય છે. આમ, તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
ખાસ કરીને ગરમીમાં વાળમાં તેલ નાખવાની પણ એક રીત હોય છે. આ ગરમીમાં તમે વાળમાં તેલ સતત નાખેલુ રાખો છો તો પરસેવાથી વાળ ખરાબ થાય છે. આ માટે શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં રાત્રે વાળમાં તેલ નાખો અને સવારમાં ભૂલ્યા વગર હેર વોશ કરી લો. ઘણાં લોકોને તેલને કારણે પણ પરસેવો વધારે થતો હોય છે. આ માટે હંમેશા અઠવાડિયામાં બે વાર તેલ નાંખો અને સવારમાં હેર વોશ કરી લો.
વાળમાંથી વાસ આવે છે
તમે ગરમીમાં હેર વોશ પ્રોપર રીતે કરતા નથી વાસ આવવા લાગે છે. આ સાથે જ વાળ તમારા ડેમેજ થાય છે. આ માટે હંમેશા અઠવાડિયામાં બેથી ત્રણ વાર હેર વોશ કરવાની આદત પાડો. આ સાથે ગરમીમાં અઠવાડિયામાં એક વાર હેર પેક લગાવો. હેર પેકથી તમારા વાળ સારા થાય છે અને સાથે ગરમીમાં થતા નુકસાનથી તમારા વાળને બચાવવાનું કામ કરે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર