Home /News /lifestyle /Hair Care: કલર કરેલા વાળની ખાસ આ રીતે કાળજી લો, નહીં તો રફ થઇ જશે અને બહુ ગંદા દેખાશે

Hair Care: કલર કરેલા વાળની ખાસ આ રીતે કાળજી લો, નહીં તો રફ થઇ જશે અને બહુ ગંદા દેખાશે

ગરમ પાણીથી હેર વોશ કરશો નહીં.

Hair care: વાળની કેર કરવી ખૂબ જરૂરી છે. અનેક લોકો વાળમાં કલર કરાવતા હોય છે. આમ, તમે જ્યારે પણ વાળમાં કલર કરાવો પછી એની કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે કેર કરતા નથી તો હેર ડેમેજ થઇ જાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વાળમાં કલર કરાવવાની ફેશન હમણાં વધારે ચાલી છે. વાળમાં કલર કરાવ્યા પછી એની કેર પ્રોપર રીતે કરવી ખૂબ જરૂરી છે. તમે વાળમાં કલર કરાવો છો અને કેર યોગ્ય રીતે કરતા નથી તો વાળ સાવ ડેમેજ થઇ જાય છે અને સાથે હેરની ક્વોલિટી પર પણ મોટો ફરક પડે છે. ઘણાં લોકો વાળમાં કલર કરાવ્યા પછી એની પ્રોપર કેર કરતા નથી હોતા જેના કારણે પાછળથી પસ્તાવાનો વારો આવતો હોય છો. તો જાણો હેર કલર કરાવ્યા પછી શું ધ્યાન રાખશો.

આ પણ વાંચો:આ 5 હટકે રીતથી અંગ-અંગમાં વધારી દો લવ હોર્મોન

  • તમે જ્યારે પણ વાળમાં કલર કરાવો ત્યારે સૌથી પહેલાં તમે જે સલૂનમાં જવાના છો એની પાસેથી જાણી લો હેર વોશ કરવાની પ્રોપર રીત.

  • સામાન્ય રીતે વાળમાં કલર કરાવો ત્યારે હેર વોશ સલૂનમાં કરાવવાનો આગ્રહ રાખો. આમ કરવાથી પ્રોપર રીતે થાય છે.

  • વાળમાં કલર કરાવ્યા પછી બીજા બધા શેમ્પૂનો ઉપયોગ કરવાનું ટાળો. અલગ ટાઇપના શેમ્પૂ તમારા વાળનો કલર બગાડવાનું કામ કરે છે અને સાથે તમારા હેરને નુકસાન પણ કરે છે. આ માટે હંમેશા તમારા હેર આર્ટિસ્ટને પૂછીને પછી જ શેમ્પૂનો યુઝ કરો.


આ પણ વાંચો:વેલેન્ટાઇન ડેનાં દિવસે આ રીતે ફટાફટ મેક અપ કરો



    • વાળમાં કલર કરાવ્યા પછી બને ત્યાં સુધી સ્ટ્રેટનર, કર્લ મશીનનો ઉપયોગ ટાળો. આમ કરવાથી વાળ વધારે ડેમેજ થાય છે અને સાથે કલર લોન્ગ ટાઇમ સુધી વાળમાં રહેતો નથી. તમને જણાવી દઇએ કે વાળમાં આ ટાઇપના હીટ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવાથી હેર ડેમેજ વધારે થાય છે અને સાથે ગ્રોથ પણ અટકી જાય છે. હીટ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવાથી કલર જલદી ઝાંખો થઇ જાય છે. આમ, જો તમને સ્ટ્રેટ કે કર્લ કરાવવા છે તો તમે સલૂનમાં જઇને પ્રોપર રીતે કરાવો.






  • વધારે ગરમ પાણીથી હેર વોશ કરશો નહીં. વધારે ગરમ પાણીથી હેર વોશ કરવાથી વાળની ડ્રાયનેસ ઓછી થઇ જાય છે જેના કારણે ડેમેજ થવા લાગે છે. આ સાથે જ હેર કલર પણ લોન્ગ ટાઇમ સુધી વાળમાં રહેતો નથી. હંમેશા હુંફાળા પાણીનો ઉપયોગ કરો જેથી કરીને વાળને નુકસાન ના થાય.

First published:

Tags: Hair Care tips, Hair color, Life Style News