Home /News /lifestyle /બાળકના વાળ સફેદ થઇ ગયા છે? તો આ નેચરલી રીતે કાળા કરો, બધી ચિંતા આપોઆપ દૂર થઇ જશે

બાળકના વાળ સફેદ થઇ ગયા છે? તો આ નેચરલી રીતે કાળા કરો, બધી ચિંતા આપોઆપ દૂર થઇ જશે

છાશનો ઉપયોગ કરો.

Home Remedies for Hair Greying In Kids: આજનાં આ સમયમાં નાની ઉંમરમાં બાળકોના વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો તમારા વાળ નેચરલી રીતે બ્લેક થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં નાની ઉંમરમાં જ બાળકોના વાળ સફેદ થવા લાગે છે. બાળકોના વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, બાળકોના વાળ સફેદ થાય છે અને તમે ચિંતા કરો છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. આ ઉપાયથી તમે સરળતાથી બાળકોના વાળ કાળા કરી શકો છો. આ ઉપાય તમારા વાળને નેચરલી રીતે બ્લેક કરે છે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થતી નથી. તો જાણો આ ઉપાય વિશે તમે પણ..

મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરો


મીઠા લીમડાના પાન સફેદ વાળને નેચરલી રીતે કાળા કરવાનું કામ કરે છે. આ માટે મીઠો લીમડો લો અને એને પાણીમાં ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલવા લાગે ત્યારે વાળમાં મસાજ કરો. આ સફેદ વાળને કાળા કરવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચો:વાળમાં કલર કરાવ્યા પછી ખાસ રાખો આ ધ્યાન

દહીંનો ઉપયોગ


બાળકોના વાળ સફેદ થઇ રહ્યા છે તો તમે દહીં અને ખમીરને મિક્સ કરીને લગાવો. હવે આ બન્ને વસ્તુને મિક્સ કરો અને વાળમાં લગાવો. આમ કરવાથી વાળ નેચરલી રીતે કાળા થાય છે અને સાથે સિલ્કી પણ થાય છે.

આંમળાનો ઉપયોગ


નારિયેળ તેલમાં તમે આંમળાના ટુકડા ઉકાળો અને પછી આ તેલથી સ્કેલ્પ પર મસાજ કરો. આમ કરવાથી વાળ કાળા થાય છે. આ એક નેચરલી ઉપાય છે જે તમારા વાળને સિલ્કી પણ બનાવે છે. આ સાથે જ તમારા વાળની ડ્રાયનેસ દૂર થાય છે. આમ કરવાથી થોડા જ દિવસોમાં વાળ કાળા થવા લાગશે.

આ પણ વાંચો:આ 5 રીતે શરીરમાં વધારી દો લવ હોર્મોન

આંમળા અને બદામનું તેલ


આંમળા અને બદામનું તેલ મિક્સ કરીને બોટલમાં ભરી લો. પછી રાત્રે આ તેલથી વાળમાં મસાજ કરો. આમ કરવાથી વાળ ધીરે-ધીરે કાળા થશે અને સાથે સિલ્કી થઇને ડ્રાયનેસ દૂર થઇ જશે.


છાશનો ઉપયોગ


તમે સ્કેલ્પ પર અઠવાડિયામાં બે વાર છાશની મસાજ કરો છો આ અસમયે થતા સફેદ વાળમાંથી છૂટકારો મળે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Hair Care tips, Life Style News, White hair