Home /News /lifestyle /વાળનો ગ્રોથ ફટાફટ વધારવા આ રીતે ખાઓ અળસીના બીજ, જાણો બીજા ફાયદાઓ
વાળનો ગ્રોથ ફટાફટ વધારવા આ રીતે ખાઓ અળસીના બીજ, જાણો બીજા ફાયદાઓ
અળસી વાળને સિલ્કી કરે છે.
Benefits of alsi: અળસીના બીજ સ્વાસ્થ્ય, સ્કિન અને હેર માટે સૌથી બેસ્ટ છે. તમે આ પ્રોપર રીતે અળસીના બીજનું સેવન કરો છો તો વાળનો ગ્રોથ ફટાફટ વધે છે અને સાથે ખરતા વાળ બંધ થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અળસી એક સુપર ફૂડ્સ છે. અળસીમાં ફાઇબર, પ્રોટીન અને બીજા અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. પરંતુ આ બીની ખાસ વાત એ છે કે આ અલ્ફા-લિનોલેનિક એસિડથી ભરપૂર હોય છે જે વાળની ક્વોલિટી સુધારે છે અને સાથે અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ વાળના ટેક્ચરને સારું બનાવે છે. આ સિવાય પણ અળસીના બીજના અનેક ફાયદાઓ છે. આમ, જો તમે આ પ્રોપર રીતે અળસીના બીજનો ઉપયોગ કરો છો તો તમારી હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે. તો જાણો અળસીના સેવન કરવાના સાચો સમય અને રીતે. આ સાથે જાણો બીજા ફાયદાઓ.
વાળ માટે અળસી કેવી રીતે ખાવી જોઇએ- How to eat flax seeds for hair growth
અંકુરિત અળસી ખાઓ
અંકુરિત અળસી ખાવાથી તમારા વાળનો ગ્રોથ ઝડપથી વધે છે. જો કે અળસીના બીજમાં હાઇ પ્રોટીન હોય છે જે વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. અંકુરિત અળસી તમે રેગ્યુલર ખાઓ છો તો તમારા વાળને પોષણ મળે છે.
કાચી અળસીના બીજને પીસીને એક ગ્લાસ પાણીમાં નાંખો. હવે રોજ ખાલી પેટે આ પાવડરનું સેવન કરો. આનાથી શરીરમાં આયરન વધે છે અને સાથે બ્લડ સર્કુલેશન પણ સારું થાય છે. અળસીના આ પાવડરથી વાળને પોષણ મળે છે અને વાળ લાંબા થાય છે.
અળસીના બીજનું સેવન કરવાનો સાચો સમય - When to eat flax seeds for hair growth
અળસીના બીજને તમારે સવારમાં ખાલી પેટે ખાવાના રહેશે. આ તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ તમે અળસીના બીજ નાસ્તામાં પણ સામેલ કરી શકો છો.