Home /News /lifestyle /વાળમાં મહેંદી લગાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ ભૂલ, અને તમે?
વાળમાં મહેંદી લગાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ ભૂલ, અને તમે?
મહેંદીને બહુ પલાળશો નહીં.
Hair care tips: આજનાં આ સમયમાં અનેક લોકો વાળમાં મહેંદી નાખતા હોય છે. વાળમાં મહેંદી નાખતી વખતે મોટાભાગની મહિલાઓ અનેક ઘણી ભૂલો કરતી હોય છે જેના કારણે વાળ ડેમેજ થવા લાગે છે અને સાથે ડ્રાયનેસ આવી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો રેગ્યુલર વાળમાં મહેંદી લગાવતા હોય છે. વાળમાં મહેંદી લગાવતી વખતે નાની-નાની વાતોનું ધ્યાન ખાસ ધ્યાન રાખવુ જોઇએ. ઘણાં લોકો બહુ જ ઉતાવળમાં મહેંદી લગાવતા હોય છે, જેના કારણે પ્રોપર રીતે બધા વાળમાં સરખી લાગતી નથી અને હેરની ક્વોલિટી પણ બગડે છે. આ માટે તમે જ્યારે પણ વાળમાં મહેંદી નાખો ત્યારે ખાસ કરીને થોડો ટાઇમ લો. આ સાથે જ તમને જણાવી દઇએ કે અનેક લોકો વાળમાં મહેંદી લગાવતી વખતે એવી ભૂલો કરે છે જેના કારણે હેર રફ થઇ જાય છે અને સાથે અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો કઇ ભૂલો ના કરવી જોઇએ.
વાળમાં મહેંદી નાખતા પહેલાં સૌ પ્રથમ હેર વોશ કરી લો. હેર વોશ કર્યા પછી કન્ડિશનર કરવાનું નથી. કન્ડિશનર કરીને તમે વાળમાં મહેંદી લગાવો છો તો એનો કોઇ ફાયદો થતો નથી.
વાળમાં મહેંદી લગાવો છો તો ક્યારે પણ હેરમાં તેલ નાખશો નહીં. વાળમાં તેલ લગાવીને તમે મહેંદી નાંખો છો તો એની કોઇ અસર થતી નથી. આ માટે હંમેશા કોરા વાળમાં તેલ નાખો. કોરા વાળમાં મહેંદી નાખવાથી એની અસર સારી થાય છે.
ક્યારે પણ મહેંદીને સાદા પાણીમાં પલાળશો નહીં. સાદા પાણીમાં તમે મહેંદી પલાળો છો તો એની કોઇ અસર વાળમાં થતી નથી. આ માટે હંમેશા ચાના પાણીમાં તેમજ કોફીના પાણીમાં મહેંદી પલાળો. મહેંદીને આ ટાઇપના પાણીમાં પલાળવાથી હેરમાં નેચરલ કલર આવે છે.
મહેંદીને ઓછામાં ઓછી બે કલાક પાણીમાં પલાળી રાખો. ઘણાં લોકો મહેંદીને વધારે સમય સુધી પાણીમાં પલાળી રાખતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ માટે ક્યારે પણ મહેંદીને બે કલાકથી વધારે પલાળશો નહીં.
મહેંદીને તમે પલાળો ત્યારે ખાસ કરીને એમાં શિકાકાઇનો પાવડર, આંમળાનો પાવડર તેમજ જાસુદના ફૂલનો પાવડર નાંખો. આ પાવડર મહેંદીમાં નાખીને પલાળવાથી વાળ સિલ્કી થાય છે અને સાથે શાઇન પણ આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર