Home /News /lifestyle /આ કામ કરવાથી પુરુષોને નથી પડતી ટાલ, આજથી શરૂ કરશો તો ખરતા વાળ થઇ જશે બંધ

આ કામ કરવાથી પુરુષોને નથી પડતી ટાલ, આજથી શરૂ કરશો તો ખરતા વાળ થઇ જશે બંધ

પુરુષોને ખરી રહ્યા છે વાળ

Hair fall in Men: ફાસ્ટ લાઇફમાં છોકરીઓના જ નહીં પરંતુ છોકરાઓના પણ વાળ ખરવા લાગ્યા છે. અનેક છોકરાઓને વાળ ખરવાની સમસ્યા હોય છે. વાળ ખરવાને કારણે ટાલ પડી જાય છે અને પર્સનાલિટી ખરાબ પડે છે. પરંતુ જો તમે લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો છો તો હેર ફોલ થતા અટકી જાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ફાસ્ટ લાઇફમાં મહિલાઓ અને પુરુષો એમ દરેક લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. આમ, જો વાત કરીએ તો આ સમસ્યા હવે પુરષોમાં ઝડપથી વધી રહી છે. આજના આ સમયમાં નાની ઉંમરમાં જ અનેક લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. જો કે આ એક ચિંતાજનક વિષય છે. જો તમારા વાળ પણ સમય કરતા પહેલા ખરી રહ્યા છે તો તમારે અનેક બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજના આ સમયમાં અનેક પુરુષોને વાળ ખરવા લાગે છે અને ટાલ પડી જાય છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. સ્ટ્રેસ બહુ વધી જાય તો પણ વાળ ખરવાના વધારે શરૂ થઇ જાય છે.

    આ પણ વાંચો: બીયર પીનારા લોકો માટે મોટી ખુશખબરી!

    પુરુષોમાં કેમ ખરે છે વાળ


    પુરુષોમાં ટકલાપણું DHT (dihydrotestosterone) હોર્મોનને કારણે થાય છે, જે વાળના રોમ છિદ્રોને અસર કરે છે જેના કારણે વાળ પાતળા થઇ જાય છે અને ખરવા લાગે છે. પુરુષોમાં મોટાભાગે હેયરલાઇન, કાનપટી અને માથાના ઉપરના ભાગમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં થતી હોય છે. જો કે આ હોર્મોન્સને કારણે વાળ ધીરે-ધીરે ખરવા લાગે છે અને પછી ટાલ પડવાની શરૂ થાય છે.

    ખાવાની આદત સુધારો


    તમે તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર આહાર લો. ઇંડા, પાલક, છોલે, કાળા બીન્સ જેવી વસ્તુઓમાં ભરપૂ પ્રમાણમાં પોષક તત્વો હોય છે જે વાળને સ્વસ્થ અને મજબૂત કરવાનું કામ કરે છે. જ્યારે શરીરને પર્યાપ્ત પ્રમાણમાં પ્રોટીન મળતુ નથી ત્યારે આ સમસ્યા વધુ પ્રમાણમાં  થાય છે. આ માટે હંમેશા પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ.

    આ પણ વાંચો: નવરાત્રીમાં ઉપવાસ કરવાથી થાય છે કબજીયાત?

    વાળની કેર કરો


    તમારા વાળ બહુ ખરે છે અને ટાલ પડવા લાગી છે તો તમારે તમારા વાળની કેર કરવાની જરૂર છે. આ માટે તમે વાળમાં યુઝ થતુ ડ્રાયર, સ્ટ્રેટનિંગ જેવા અનેક મશીનનો ઉપયોગ કરવાનું ટાળો. આમ કરવાથી તમારા વાળ વધારે ખરે છે અને તમે સમય જતા ટકલા થઇ જાવો છો.


    આ માટે વાળમાં હંમેશા ઘરેલું ઉપાયો ટ્રાય કરો. ઘરેલું ઉપાયો તમને મોડુ રિઝલ્ટ આપે છે પરંતુ એનાથી તમને કોઇ નુકસાન થતુ નથી અને તમારા વાળનો ગ્રોથ પણ મસ્ત થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair Fall control, Lifestyle, Skin care

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन