Home /News /lifestyle /રાજસ્થાની 'બાજરી ખીચડી' આ રીતે બનાવો ઘરે, નોંધી લો સરળ રેસિપી

રાજસ્થાની 'બાજરી ખીચડી' આ રીતે બનાવો ઘરે, નોંધી લો સરળ રેસિપી

બાજરીની ખીચડી રેસિપી

bajra khichdi recipe: બાજરીની ખીચડી શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. તમે આ રીતે ઘરે બાજરીની ખીચડી બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. તો તમે પણ ઘરે બનાવો બાજરીની ખીચડી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં બાજરીની ખીચડી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. પૌષ્ટિક્તાથી ભરપૂર બાજરીની ખીચડીનો સ્વાદ કંઇક અનેરો જ હોય છે. શિયાળામાં બાજરીની ખીચડી ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. રાજસ્થાનમાં બાજરીની ખીચડી બનાવવાનું ખૂબ મહત્વ છે. આ સાથે જ ઘણાં ગુજરાતીઓ પણ હવે બાજરીની ખીચડી બનાવતા હોય છે. બાજરીની ખીચડી તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં ટેસ્ટી બને છે અને ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો બાજરીની ખીચડી અને માણો ખાવાની મજા.

    સામગ્રી


    અડધો કપ બાજરી

    અડધો કપ પીળી મગની દાળ

    આ પણ વાંચો:  આ રીતે ઘરે બનાવો ટેસ્ટી 'ચણા સેન્ડવિચ'

    એક ચમચી દેશી ઘી

    ચપટી હિંગ

    એક ચમચી જીરું

    અડધી ચમચી હળદર

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • બાજરીની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ પહેલાં બાજરી લો અને એને સાફ કરી લો.

    • આ બાજરીને 8 થી 9 કલાક માટે પાણીમાં પલાળી રાખો.


    આ પણ વાંચો: ઘરે બનાવો મેગ્નેશિયમથી ભરપૂર આ 5 પૌષ્ટિક રેસિપી



      • નક્કી કરેલા સમય પછી બાજરીને પાણીમાંથી કાઢી લો અને એક વાસણમાં લઇ લો.

      • હવે પ્રેશર કુકરમાં પલાળેલી બાજરી, મગની દાળ અને સ્વાદાનુંસાર મીઠું નાખો.

      • કુકરમાં બે કપ પાણી નાંખો અને 4 સીટી વગાડીને થવા દો.

      • આ કુકર નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થઇ જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી દો.

      • આ પ્રોસેસ થઇ જાય પછી એક નોનસ્ટિક પેન લો અને એમાં ઘી નાંખીને ગરમ કરી લો.

      • ઘી ગરમ થઇ જાય પછી જીરું નાંખો અને તતડાવી લો.

      • પછી ચપટી હિંગ અને હળદર નાંખીને બરાબર મિક્સ કરી લો.

      • મસાલા થઇ જાય એટલે એમાં બાજરી-મગની ખીચડી નાંખો અને મિક્સ કરી દો.

      • ખીચડીમાં ચપટી મીઠું નાંખો અને મિક્સ કરી લો.

      • આ ખીચડીને 5 મિનિટ માટે થવા દો. આમ કરવાથી મસાલાનો ટેસ્ટ બેસી જશે.

      • હવે ગેસ બંધ કરી દો.






    • તો તૈયાર છે સ્વાદથી ભરપૂર બાજરીની ખીચડી.

    • બાજરીની ખીચડી તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.

    • આ બાજરીની ખીચડી તમે વધારીને પણ ખાઇ શકો છો. આ ખીચડીમાં તમે ડુંગળી, ટામેટું અને લસણ નાંખો છો તો ટેસ્ટમાં બહુ મસ્ત થાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन