Home /News /lifestyle /

ગુજરાતમાં ગરમીના કારણે ચામડીના રોગ વધ્યા, જાણો અજમાવવા જેવા આયુર્વેદિક ઉપચાર

ગુજરાતમાં ગરમીના કારણે ચામડીના રોગ વધ્યા, જાણો અજમાવવા જેવા આયુર્વેદિક ઉપચાર

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.

Ahmedabad News: પરસેવાની કારણે દાદર, શિરસ, ખંજવાળ આવવી, લાલ ફોડલી અને ફંગલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. અમદાવાદ મણીબેન આર્યુવેદિક હોસ્પિટલમાં દર્દીઓ ઘસારો વધી રહ્યો છે અને ઓપીડીની પણ વધી છે

અમદાવાદ : ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહ્યો અને કાળઝાળ ગરમી પડી. ગરમીના કારણે ઝાડા ઉલ્ટીના કેસની સંખ્યા વધી છે. આ સાથે ચામડીના રોગમાં પણ વધારો થયો છે. કાળઝાળ ગરમી બાદ વાદળછાયું વાતાવરણ થયું છે. પરંતુ હવે બફારો વધી રહ્યો છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગરમીના કારણે સ્કિન પ્રોબ્લેમના કેસ વધી રહ્યા છે. સાથે આજનું યુથ ઉનાળામાં પણ સિન્થેટિક અને જીન્સ પહેરતા હોય છે. પરસેવાની કારણે દાદર, શિરસ, ખંજવાળ આવવી, લાલ ફોડલી અને ફંગલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. અમદાવાદ મણીબેન આર્યુવેદિક હોસ્પિટલમાં દર્દીઓ ઘસારો વધી રહ્યો છે અને ઓપીડીની પણ વધી છે. જોકે, કોરોના બાદ આર્યુવેદિક તરફ લોકો વળ્યાં છે.

આર્યુવેદિક એસોસિએશન ગુજરાતના જનરલ સેક્રેટરી અને મેડિકલ ઓફિસર ડોકટર પ્રણવ દલવાડીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગરમીના કારણે પરસેવો થાય છે. જેના કારણે દાદર, શિળસ, ખંજવાળ, ફોડલી અને ફંગલ થતા હોય છે. ઉનાળાની ગરમીમાં સ્કિન પ્રોબ્લેમ વધી જતા હોય છે. આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ જેના કારણે ગરમીથી રાહત મળી શકે છે.

વધતી ઓપીડી


ખંજવાળ, ફોડલી અને ફંગલ ઇન્ફેક્શન થયું છે. તો ખૂબ કાળજી રાખવી જોઈએ. ઠંડક આપે તેવા પાવડર શરીર પર લગાવવા જોઈએ. તેમજ એલોવેરા ચામડી માટે ખૂબ ઉપયોગી છે. ખંજવાળ, ફોડલી અને ફંગલ થયું હોય ત્યાં લગાવું જોઈએ તેમજ સન બન થયું હોય તો પણ એલોવેરાથી ફાયદો થાય છે. સુખડ અને ચંદનના પાવડરનો લેપ કરીને લગાવો જોઈએ. હળદર વાળું પાણી પણ રેગ્યુલર પી શકાય. લીમડાનો લેપ લગાવવો જોઈએ, ખાવા પીવામાં પણ દૂધીનું શાક, દૂધ પૈવા અથવા દૂધ પાક, સેવન કરવું જોઈએ તેમજ વૈદની સલાહ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદિક ઉપચાર કરવાથી ચામડીના રોગથી બચી શકાય છે.

સ્કિન પ્રોબ્લેમથી બચવાના ઉપાય

  • ગરમી હોય ત્યારે શરીરને ઠંડક મળે તેના ઉપાય કરવા જોઈએ.

  • વરિયાળી કે ખસનું શરબત પીવું જોઈએ

  • કેરીનો બાફલો કરીને પીવો જોઈએ.

  • ગુલકન ખાવું જોઈએ અથવા ગુલાબનું શરબત પીવું જોઈએ.

Published by:Kaushal Pancholi
First published:

Tags: Ayurveda, Lifestyle, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર