ગાંધીનગર: વર્ષે 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની (Gujarat BJP) રાજનીતિ તેજ થઈ છે. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીની જવાબદારી રત્નાકરને (Ratnakar) સોંપતાની સાથે જ પ્રદેશની પાટીદાર રાજનીતિમાં હલચલ વધી ગઈ છે. ત્યારે આ બદલાવની અસર કેવી પડી શકે છે તે અંગે જોઇએ.
ભારતીય જનતા પાર્ટીમાં પક્ષના પ્રમુખ પછીનું મહત્વનું સ્થાન એટલે સંગઠન મહામંત્રી. સંગઠન મહામંત્રીના હોદ્દાપર સંઘના પ્રચારકોની નિમણુંક કરવામાં આવતી હોય છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં અત્યાર સુધીમાં પાંચ પ્રદેશ સંગઠન મહામંત્રીઓનો કાર્યાકાળ સમાપ્ત થયો છે. હવે રત્નાકરજીના કાર્યકાળનો પ્રારંભ થશે.
નાથાલાલ ઝગડા વર્ષે 1972થી 1986, નરેન્દ્ર મોદી વર્ષે 1987 થી 1995, સંજય જોશી વર્ષે 1995 થી 2002, સુરેશ ગાંધી 2002થી 2005 અને ત્યાર બાદ વર્ષે 2005થી 2021 સુધી ભીખુભાઇ દલસાણીનો કાર્યકાળ રહ્યો. એટલે કે પ્રદેશ ભાજપમાં સૌથી વધુ લાંબો સમય સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાનો કાર્યકાળ રહ્યો.
સંઘના સૌરાષ્ટ્ પ્રાંતના પ્રચાર બાદ ભીખુભાઇને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આમ તો સંઘની નિમણુકમાં કોઈ જ્ઞાતિ-જાતિ જોવાતી નથી. પરંતુ ભીખુભાઇ ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી પ્રદેશ ભાજપની પાટીદાર રાજનીતિમાં સર્વસ્વીકૃત ચહેરો બની ગયા હતા. હવે જ્યારે ભીખુભાઇના સ્થાને રત્નાકરજીની નિમણુંક થઈ છે. ત્યારે પ્રદેશ ભાજપની પાટીદાર રાજનીતિમાં અનેક ગણગણાટ ચાલુ થયો છે.
ભીખુ ભાઈ આમતો સંઘના પ્રચારક છે. એટલે હવે સંઘ દ્વારા તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે પ્રમાણે તે કામ કરશે. પરંતુ જે રીતે પ્રદેશ ભાજપ સંગઠનમાં તેમનો લાંબો રાજકીય અનુભવ રહ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ રહ્યા તે જોતા આગામી દિવસોમાં તેમને કોઈ મોટી જવાબદારી મળે તેમ લાગી રહ્યું છે.
આવતા એક-દોઢ વર્ષમાં ગુજરાત સહિત 6 રાજ્યમાં ચૂંટણી છે. જેમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણીપુર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે શું દલસાણિયાને કોઈ એવા રાજ્યની જવાબદારી સોંપાશે જે ભાજપ માટે અતિ મહત્વનું છે. જે 7 રાજ્ય છે એમાં પંજાબ સિવાય દરેક રાજ્યમાં ભાજપ સામે સત્તા જાળવી રાખવાનો પડકાર જે પછી વી સતીષ પાસે જે રાજ્યોની જવાબદારી હતી તેમ ભીખુ ભાઈને પણ એકથી વધુ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવશે?
" isDesktop="true" id="1120623" >
ભીખુ ભાઈ દલસાણીયાની ગુજરાત ભાજપના સંગઠમાંથી એક્ઝિટ થતાની સાથે ચોકસ પ્રદેશ ભાજપની પાટીદાર રાજનીતિમાં બદલાવ તો આવશે જ, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર કેવી અસર કરશે છે અને નવા સંગઠન મહામંત્રી એ પડકારને કઈ રીતે પાર પાડે છે.