વર્લ્ડ રેકોર્ડ ધરાવતી ગિનીસ બુકને થયા 66 વર્ષ, જાણો કઇ રીતે આ બુક બની વિશ્વપ્રખ્યાત

100 દેશોમાં ફેલાયેલી અને ઓછામાં ઓછી 22 ભાષાઓમાં પ્રકાશિત આ બુકની 143 મિલિયનથી વધુ કોપી વેચાઈ ચૂકી છે.

ગિનીસ બુક (Guinness Book) ઓફ રિકોર્ડ્સ જેને હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) તરીકે ઓળખવામાં આવે છે. 100 દેશોમાં ફેલાયેલી અને ઓછામાં ઓછી 22 ભાષાઓમાં પ્રકાશિત આ બુકની 143 મિલિયનથી વધુ કોપી વેચાઈ ચૂકી છે.

  • Share this:
નવી દિલ્લી:  ગિનીસ બુક (Guinness Book) ઓફ રિકોર્ડ્સ જેને હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) તરીકે ઓળખવામાં આવે છે. 100 દેશોમાં ફેલાયેલી અને ઓછામાં ઓછી 22 ભાષાઓમાં પ્રકાશિત આ બુકની 143 મિલિયનથી વધુ કોપી વેચાઈ ચૂકી છે. વર્ષ 1955માં આજના દિવસે એટલે કે 27 ઓગસ્ટે (August 27) પહેલી વખત આ બુક વાર્ષિક રીતે પ્રકાશિત થઇ હતી. આ પુસ્તક માટેની પ્રેરણા સર હ્યૂગ બીવર(Sir Hugh Beaver)ને મળી હતી, જેઓ 1951માં પોતાના સાથીઓ સાથે શિકાર કરવા યાત્રા પર નીકળ્યા હતા. તેમણે એક સોનેરી પ્લોવરને શૂટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ નિશાન ચૂકી ગયા હતા. આ દરમિયાન બીવર અને તેમના મિત્રોએ ચર્ચા શરૂ કરી કે ગોલ્ડન પ્લોવર યૂરોપનું સૌથી ઝડપી પક્ષી છે.

આ ચર્ચા દરમાયાન તેમણે આ વાતની પ્રામાણિકતા અને લેખિત પુરાવાઓ શોધવા પ્રયાસ કર્યો, પરંતુ તેમને કોઇ અધિકારિક જાણકારી મળી નહીં. આ ઘટના બાદ બીવરે પબ્સ માટે એક રેકોર્ડ બુક પ્રકાશિત કરવાનો વિચાર કર્યો.

બીવર તે સમયે 1759માં ડબલિનમાં સ્થપાયેલી ગિનીસ બ્રેવરીના મેનેજીંગ ડિરેક્ટર હતા. આ પુસ્તક શરાબની જાહેરાત માટે પબમાં મફત વહેંચાવાનું હતું. જોકે તે સમયે પુસ્તકને ખૂબ સારી સફળતા મળી અને દારૂખાનાએ તેનું વેચાણ શરૂ કર્યું. આ પુસ્તકને બેસ્ટ સેલર બનવામાં વધુ સમય પણ ન લાગ્યો. 1955માં બ્રિટિશ એડિશન બાદ વર્ષ 1956માં આ પુસ્તક અમેરિકામાં લોન્ચ થયું અને ત્યારથી તેની સફળતાની ગાથા શરૂ થઈ.

આ પણ વાંચો: એન્ટી બેક્ટેરિયલ સાબુના ઉપયોગના ફાયદા કરતા નુકસાન વધુ, અહીં જાણો શું કહે છે સંશોધકો

બીવરે પોતાના આ આઇડિયાને સાર્થક બનાવતી સમયે બે જોડીયા ભાઇઓ નોરિસ અને રોસ મેકવિહર્ટરને સાથે રાખ્યા જેઓ વિવિધ અખબારો અને એજન્સીઓને તથ્યો અને આંકડાઓ પૂરા પાડવા માટે એજન્સી ચલાવતા હતા. આ જોડિયા બંધુઓ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રથમ ફેક્ટ ચેકર્સ બન્યા. રેકોર્ડ્સના આ આકર્ષક સંગ્રહને સાડા છ દાયકા થઇ ગયા છે, અને તે હાલ વિશ્વની સૌથી સફળ બ્રાન્ડ પૈકી એક છે. આ પુસ્તક તમામ ઉંમર અને દેશના લોકોને પસંદ છે અને અત્યાર સુધીનું શ્રેષ્ઠ લાઇબ્રરી પુસ્તક છે.
Published by:kuldipsinh barot
First published: