આ ઘરગથ્થુ ટિપ્સ તમારા સફેદ વાળને બનાવશે કાળા અને મજબૂત

  • Share this:
કોઈ કારણે તમારા વાળ સમય કરતા પહેલા જ સફેદ થવા લાગ્યા છો તો તમે નીચે પ્રમાણેના ઘરગથ્થુ ઉપાયો કરી શકો છો. આ ઉપાયોમાં કોઈ કેમિકલ નથી. નીચેના કોઈપણ ઉપાયો કરતાં પહેલા ખાતરી કરી લેવી કે તમને એ કોઈ વસ્તુની એલર્જી ન હોય. તો જોઈએ થોડી ઘરગથ્થુ ટિપ્સ.

-બાફેલા બટાકાનું પાણી તમે વાળમાં લગાવશો તો પહેલા જેવા જ કાળા વાળ થોડા જ સમયમાં થશે.
-કોપરેલમાં કારેલાને ઉકાળવા અને તે ઠંડુ પડે તેના પછી વાળમાં લગાવવાથી વાળ કાળા અને મજબૂત બનશે.
-બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો.
-આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.
-દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.
-તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.
-અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો. 7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે.
-રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
-દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો.વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.
First published: