આ 5 લાલ રંગના ચીજો તમને બનાવે છે ફીટ, આપે છે ઘણાં ફાયદા

લાલ રંગના તમામ ફળો એને શાકભાજીમાં ખૂબ જ એન્ટી-ઑક્સિડન્ટ રહેલા હોય છે, જે હૃદયની બીમારી અને પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ઘટાડી શકે છે.

લાલ રંગના તમામ ફળો એને શાકભાજીમાં ખૂબ જ એન્ટી-ઑક્સિડન્ટ રહેલા હોય છે, જે હૃદયની બીમારી અને પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ઘટાડી શકે છે.

 • Share this:
  આમ તો આપણે શિયાળામાં લીલાં શાકભાજી તો ખાતાં જ હોઈએ છે અને તેના ફાયદા વિશે પણ જાણતા જ હોઈએ છે. પરંતુ  લાલ રંગના તમામ ફળો એને શાકભાજીમાં પણ  ખૂબ જ એન્ટી-ઑક્સિડન્ટ રહેલા હોય છે, જે હૃદયની બીમારી અને પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ઘટાડી શકે છે. આવો જાણીએ કઈ કઈ ચીજો ખાવાથી તંદુરસ્તી જળવાશે.. શિયાળામાં આ 5 ચીજો ખાવાથી જળવાય છે તંદુરસ્તી, જાણી લો તમે પણ...

  બીટ- તેમાં પોટેશિયમ, ફાઈબર, ફૉલેટ, વિટામિન સી અને નાઈટ્રેટનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. બીટનો જ્યૂસના સેવન બ્લડ પ્રેશર, બ્લડ ફ્લો અને ઈમ્યૂનિટી વધારી શકાય છે. તેમાં વિટામિન એ, સી અને કે ભરપૂર માત્રામાં રહેલા છે.

  ટામેટાં- તેમાં લાઈકોપીન, વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલાં છે. ટામેટાં એ લાઈકોપીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જેમાં લગભગ 85 ટકા લાઈકોપીન રહેલું છે. તેનું સેવન કરવાથી પ્રોસ્ટેટકેન્સર અને કોલોન કેન્સરનો ખતરો પણ ઓછો કરી શકાય છે.

  લાલ ગાજર- તેમાં પોટેશિયમ, ફૉલેટ, ઝીંક, ફોસ્ફૉરસ, લાઈકોપિન, મેંગેનીઝ, કૉપર, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન રહેલા છે. તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલાં હોય છે.  દાડમ- દાડમ ઘણાં ગુણોથી ભરપૂર છે. દાડમમાં ગ્રીન ટી અને રેડ વાઈનની સરખામણીએ 3 ગણા વધારે એન્ટી-ઑક્સિડન્ટ હોય છે. દાડમમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન કે, ફૉલેટ અને પોટેશિયમ રહેલાં હોય છે. દાડમ ખાવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. સાથે જ લોહીની બીમારીઓથી પણ, દૂર રાખે છે.

  ડુંગળી- ડુંગળી કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને લીવર માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી વાયરસ અને બેક્ટેરિયાથી થતી બીમારીઓથી બચાવે છે.

  લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

  હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
  Published by:Bansari Shah
  First published: