Home /News /lifestyle /સફેદ વાળમાંથી છૂટકારો મેળવવાનો દેસી ઇલાજ, આ રીતે લીલી મેથીમાંથી કલર બનાવો અને હેર કાળા કરો

સફેદ વાળમાંથી છૂટકારો મેળવવાનો દેસી ઇલાજ, આ રીતે લીલી મેથીમાંથી કલર બનાવો અને હેર કાળા કરો

લીલી મેથી નેચરલી રીતે વાળને કાળા કરે છે.

Green Fenugreek for White Hairs: સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લીલી મેથી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. શિયાળામાં બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલી મેથી આવે છે. મેથી વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. લીલી મેથી હેલ્થ અને સ્કિન માટે પણ સૌથી બેસ્ટ છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં નાની ઉંમરમાં અનેક લોકોના વાળ સફેદ થઇ જતા હોય છે. સફેદ વાળ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઇ પણ વ્યક્તિની પર્સનાલિટી વાળ માટે મહત્વનો ભાગ ભજવે છે. આમ આજનાં આ સમયમાં સફેદ વાળને કાળા કરવા માટે જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે અને સાથે વાળમાં મહેંદી તેમજ કલર કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ પ્રકારની ટ્રિટમેન્ટમાં કેમિકલ્સનો ભાગ વધારે હોય છે જેના કારણે વાળને લાંબા ગાળે નુકસાન થાય છે. આમ, જો તમે પણ સફેદ વાળને કાળા કરવા ઇચ્છો છો તો ગ્રીન મેથી એટલે કે લીલી મેથી અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો કેવી રીતે..

    આ પણ વાંચો:સ્ટ્રેર્ચ માર્ક્સ પર શરીર પર ગંદા લાગે છે?

    હેલ્ધીફાઇમી રિપોર્ટ અનુસાર લીલી મેથી સૌથી વઘારે શાકમાં ફાયદાકારક છે. મેથીનું સેવન કરવાથી શરીરને અનેક ઘણો ફાયદો થાય છે. લીલી મેથીમાં વિટામીન સી, ઓમેગા 3 એંડ, 6 ફેટી એસિડ હોય છે જે વાળને ખરતા અટકાવે છે અને સાથે સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આમ, જો તમે સાચી રીતે લીલી મેથીનો ઉપયોગ કરો છો તો સફેદ વાળને નેચરલી રીતે બ્લેક કરી શકો છો.

    લીલી મેથીમાંથી આ રીતે દેસી કલર બનાવો


    લીલી મેથીના અનેક પ્રકારે તમે ઘરેલુ નુસ્ખાઓ સાંભળ્યા હશે. આ માટે તમે લીલી મેથીના પાન પીસી લો અને એમાંથી પેસ્ટ બનાવી લો. પછી આમાં મહેંદી પાવડર, ઇન્ડિગો પાવડર, નારિયેળ તેલ તેમજ હેર કન્ડિશનર મિક્સ કરી દો. હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો અને બે કલાક માટે રાખો. ત્યારબાદ હેર વોશ કરી લો.

    આ પણ વાંચો:ઉત્તરાયણના દિવસે ઇન્સ્ટન્ટ ગ્લો લાવો આ રીતે

    માનવામાં આવે છે કે આમ કરવાથી વાળ મજબૂત થાય છે અને સફેદ વાળમાંથી છૂટકારો મળે છે. આ નુસખાથી વાળમાં ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. આ એક બેસ્ટ હોમ રેમિડી છે. તમને સ્કિન તેમજ વાળ સંબંધિત કોઇ સમસ્યા છે તો આ નુસખો અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.


    અનેક બીમારીઓમાંથી મેથી બચાવે છે


    મેથીના પાન ઔષઘીય ગુણોથી ભરપૂર હોય છે. મેથીના પાનમાં વિશેષ રૂપથી એન્ટિ ડાયબિટીક અને એન્ટી કાર્સિનોજેનિક ગુણ હોય છે. આ માટે મેથી ડાયાબિટીસ, હાર્ટ હેલ્થ તેમજ સ્કિન અને વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Black hair, Fenugreek, Fenugreek Seeds benefits, Life style, White hair

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन