સૌ પ્રથમ નારિયેળને ખમણીથી ઝીણું ખમણી લો. પછી એક પેનમાં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં નારિયેળની છીણ ઉમેરી મીડિયમ તાપે સાધારણ શેકી લો. પછી તેમાં દૂધ, ખાંડ અને પાણીમાં ઓગળેલો લીલો રંગ ઉમેરી મિક્સ કરો.
ખાંડનું પાણી બળે અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં માવો નાંખી થોડી વાર કૂક કરો.
માવો બરાબર મિક્સ થાય પછી તેમાં ઈલાયચી પાવડર અને જાયફળનો પાવડર નાંખી મિક્સ કરી ગેસ બંધ કરો. પછી એક થાળી લઈ તેને ઘીથી ગ્રીસ કરી બરફીનું મિશ્રણ પાથરી તેના ઉપર બદામ-પીસ્તાની કતરણ ઉમેરી હળવા હાથે દબાવી ચોસલા પાડી લો. તો તૈયાર છે લીલા નારિયેળની બરફી.. તેને તમે મીઠાઈ તેમજ ફરાળમાં પણ ખાઈ શકો છો.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર