Home /News /lifestyle /

આ ચટણી ખાવાથી બ્લડ સુગર રહે છે કંટ્રોલમાં, ડાયાબિટીસના લોકો માટે છે વરદાન રૂપ, આ રીતે બનાવો ઘરે

આ ચટણી ખાવાથી બ્લડ સુગર રહે છે કંટ્રોલમાં, ડાયાબિટીસના લોકો માટે છે વરદાન રૂપ, આ રીતે બનાવો ઘરે

આ ચટણી ખાવાથી બ્લડ શુગર કટ્રોલમાં રહે છે.

Green Chutney for Diabetes: આ ગ્રીન ચટણી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. આ ગ્રીન ચટણી ખાવાથી સુગર કંટ્રોલમાં રહે છે. જો તમને ડાયાબિટીસ છે તો આ ચટણી તમારા માટે સૌથી બેસ્ટ છે. તો ઘરે બનાવો તમે પણ આ ચટણી.

    Green Chutney for Diabetes: આ દિવસોમાં દિનપ્રતિદિન ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડાયાબિટીસ એક એવી બીમારી જે દિવસને દિવસે અનેક લોકો એની ઝપેટમાં આવી રહ્યા છે. નાના બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો એમ દરેક લોકો ડાયાબિટીસની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની બાબતમાં અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.

    જો તમે પ્રોપર રીતે કેર કરો છો તો ઇન્સ્યુલિન લેવાની જરૂર પડતી નથી. આમ, અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને એક ગ્રીન ચટણીની રેસિપી લઇને આવ્યા છીએ. આ ગ્રીન ચટણી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. આ ઘરેલુ નુસ્ખાઓની ચટણી છે. કોથમીર અને ફુદીનામાંથી બનેલી આ ચટણીનું સેવન શરીરમાં આવતા સોજાને દૂર કરે છે અને સાથે બ્લડ સુગર પણ કંટ્રોલમાં રાખે છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ ગ્રીન ચટણી.

    સામગ્રી


    એક બાઉલ લસણ

    50 ગ્રામ ફુદીનાના પાન

    કોથમીર

    એક ટામેટું

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ભૂંગળા બટાકા

    3 થી 4 લીલાં મરચાં

    સિંધાલુ મીઠું

    અડધા લીંબુનો રસ

    બનાવવાની રીત



    • ગ્રીન ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવેલી બધી જ વસ્તુને મિક્સર જારમાં લઇ લો અને ગ્રાઇન્ડ કરી લો.

    • મિક્સર જાર ખોલીને એક વાર ચેક કરી લો કે જો આ બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઇ નથી તો ફરીથી ચન કરી લો અને સ્મુધ ચટણી બનાવી લો.

    • હવે આ ચટણીમાં લીંબુનો રસ એડ કરો.

    • તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી ફુદીનાની ચટણી.

    • આ ચટણીની સાથે તમે ઉપમા, ચીલ્લા, ખીચડી, પરાઠા કે પછી બીજી કોઇ પણ વસ્તુ ખાઇ શકો છો.


    જાણો આ ચટણી ખાવાના ફાયદા



    • સ્કિનને ચમકદાર બનાવે છે.

    • બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

    • શરીરમાં આવતા સોજાને દૂર કરે છે.

    • ભૂખ લાગવામાં મદદ કરે છે.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ટેસ્ટી-ટેસ્ટી સાબુદાણા

    • એનિમીયામાં ફાયદાકારક છે.

    • પાચન સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે.

    • આ ચટણી તમે બાળકને ખવડાવો છો તો એને ભૂખ લાગે છે અને એ સ્વસ્થ પણ રહે છે.

    • આ ચટણી ખાવાથી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Recipes, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन