લીલા મરચાની એકદમ ટેસ્ટી ચટણી બનાવવાની રીત, કોઈપણ નાશ્તા સાથે માણી શકાશો આનંદ

લીલા મરચાની ચટણી બનાવવાની રીત

શું તમને ખબર છે કે લીલા મરચાથી તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. અનેક લોકોને ભોજન સાથે કાચા લીલા મરચા ખાવા ગમે છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ વધે છે

  • Share this:
    lila marcha ni chatni : લીલા મરચાની ચટણી બનાવવાની રેસિપી (Green Chilli Thecha Recipe): ભોજનને તીખું બનાવવા માટે લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમને ખબર છે કે લીલા મરચાથી તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. અનેક લોકોને ભોજન સાથે કાચા લીલા મરચા ખાવા ગમે છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ વધે છે. લીલા મરચાથી શાક, અથાણું અને ભરેલા મરચા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. લીલા મરચાની ચટણી (lila marcha ni chatni) કેવી રીતે બનાવાય તેની અહીં રેસિપી જણાવવામાં આવી છે. લીલા મરચાની ચટણી ખૂબ જ સરળતાથી બની જાય છે અને વધુ સમય પણ લાગતો નથી. તમે લીલા મરચાની ચટણીને કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો. અહીં તેની રેસિપી જણાવવામાં આવી છે.

    લીલા મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

    લીલા મરચા- 20 નંગ
    લસણની કળીઓ- 4 નંગ
    લીંબુનો રસ- 1 ચમચી
    તેલ- 2 ચમચી
    રાઈ- 1 નાની ચમચી
    જીરૂ- 1 નાની ચમચી
    કોથમીર- એકદમ ઝીણી સમારેલી
    મીઠું- સ્વાદ અનુસાર

    લીલા મરચાની ચટણી બનાવવાની રીત

    - લીલા મરચાની ચટણી બનાવવા માટે લીલા મરચાને ધોઈને તેને ઝીણી સમારી લો અને લસણ ખાંડી લો.

    - ત્યારબાદ ગેસ પર પેન મુકીને તેમાં તેલ નાંખો.

    - તેલ થોડું ગરમ થાય એટલે તેમાં લસણ અને મરચાં નાંખીને તેને ચાર મિનિટ સુતી સાંતળો.

    - લસણ અને મરચા સાંતળી લીધા બાદ એક પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થયા બાદ તેને મિક્ષરમાં નાખીને ઝીણું પીસી લો અને પેસ્ટ બનાવી દો.

    - હવે તે પેનમાં તેલ નાંખો અને રાઈનો વઘાર કરો અને પેસ્ટ તેમાં નાંખી દો. થોડા સમય સુધી તે પેસ્ટ ગરમ થવા દો.

    આ પણ વાંચોઆ ઘરેલુ નુસ્ખા અપનાવો અને ધૂળની એલર્જીથી થતી સમસ્યાથી રાહત મેળવો

    - પેસ્ટ ગરમ થયા બાદ તેમાં લીંબુનો રસ, મીઠું અને ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરો.

    - હવે લીલા મરચાની ચટણી તૈયાર છે.
    First published: