લીલા મરચા ખાવાના ફાયદા છે અનેક, આજે જ કરો ડાયટમાં તેનો સમાવેશ

લીલા મરચા ખાવાના ફાયદા છે અનેક, આજે જ કરો ડાયટમાં તેનો સમાવેશ

લીલા મરચા ખાવાના ફાયદા છે અનેક, આજે જ કરો ડાયટમાં તેનો સમાવેશ

  • Share this:
Health Benefits Of Green Chili: લીલા મરચાનો વપરાશ ઘણા લોકો કરે છે. ઘણા વઘારમાં નાંખે છે, તો ઘણા શેકીને કે તળીને ખાય છે. કેટલાક લોકો રાયતામાં પણ લીલા મરચાં (Green Chili) ખાય છે. લીલા મરચાના કારણે ખોરાકનો સ્વાદ (Taste)આવે છે. જો તમને તીખું ખાવાનો શોખ હોય તો લાલ મરચાના પાવડરને બદલે ખાવામાં લીલા મરચાનો ઉપયોગ કરો. લીલા મરચામાં અનેક ગુણ હોય છે. તે ખાવાના ફાયદા જાણીને તમે આશ્ચર્ય પામશો.

જમવાનું સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત લીલા મરચા તમને તંદુરસ્ત રાખે છે. લીલા મરચામાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત હાર્ટ સંબંધિત બીમારીઓને દૂર રાખે છે.

- લીલા મરચામાં કેલેરી (Calorie)નું પ્રમાણ ઝીરો હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ચયાપચનની ક્રિયા સારી રહે છે.

- લીલા મરચામાં એન્ટીઓક્સીડન્ટ ગુણ રહેલા છે. જેના કારણે પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ પ્રોસ્ટેટ સંબંધિત રોગ થવાની દહેશત પણ ઓછી થઈ જાય છે.

- લીલા મરચા ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. લોહી ગંઠાઈ જવાની તકલીફથી બચી શકાય છે અને હૃદય રોગ સંબંધિત જોખમ પણ ઓછું થઈ જાય છે.

આ પણ વાંચો, જાણો, કેવી રીતે ડાયટ અને લાઈફસ્ટાઈલમાં આ 5 ફેરફાર ગુડ કોલેસ્ટ્રોલને બનાવે છે વધુ સારું

- લીલા મરચામાં રહેલું કેપ્સિસિન નામનું તત્વ મગજના હાઈપોથેલેમસ નામના ભાગ પર અસર કરે છે. જેના કારણે શરીરનું તાપમાન ઘટી જાય છે. આ જ કારણે દેશમાં ગરમ વિસ્તારોમાં લીલા મરચાનો વધુ ઉપયોગ થાય છે.

- કેપ્સિસિન બ્લડ સર્ક્યુલેશનને સંતુલિત રાખે છે. જેના કારણે શરદી ઉધરસ અને સાઈનસનો ખતરો ઓછો થઈ જાય છે.

- લીલા મરચા ખાવાથી શરીરમાં ઉત્પન્ન થતી ગરમી પેઈન કિલર જેવું કામ કરે છે. ચાંદા પડી ગયા હોય તેવા લોકોને તીખું ખાવામાં મુશ્કેલી પડે છે. પણ લીલા મરચાના સેવનથી ચાંદાની તકલીફમાં પણ રાહત થતી હોવાનું માનવામાં આવે છે.

- લીલા મરચામાં વિટામિન સી અને બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોવાના કારણે તે આંખ અને ચામડી માટે ખૂબ ફાયદાકારક છે. લીલા મરચાને ઠંડી અને અંધારું હોય તેવી જગ્યાએ જ રાખવા જોઇએ. હવા અને પ્રકાશના કારણે તેમાં રહેલા વિટામિન નાશ પામે છે.

આ પણ વાંચો, Kullu Flash Flood: દીકરા નિકુંજને ઉઠાવીને દોડી રહી હતી પૂનમ, સસરાની નજર સામે જ બંને બ્રહ્મ ગંગામાં સમાયા

- લીલા લીલા મરચાનું સેવન કરવાથી લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. જેથી ડાયાબિટીસથી પીડાતા લોકોએ લીલા મરચાનું સેવન કરવું જોઈએ.

- આયર્નની ઉણપ હોય તેવી સ્થિતિમાં પણ લીલા મરચાનું સેવન રાહત આપે છે.

- લીલા મરચાનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઓછો થઇ જાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો)
First published: