Home /News /lifestyle /

Health news: શિયાળામાં શરીરને ગરમ રાખે છે મરચા, જાણો બીજા અનેક ફાયદાઓ

Health news: શિયાળામાં શરીરને ગરમ રાખે છે મરચા, જાણો બીજા અનેક ફાયદાઓ

લીલા મરચા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તસવીર- Shutterstock

Health benefits of green chilies: મોટાભાગના લોકો લીલા મરચા ખાવાનું ટાળે છે, પરંતુ લીલા મરચામાં જોવા મળતું કેપ્સેયાસિન (capsaicin) નામનું સંયોજન આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. લીલા મરચામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે.

    Health benefits of green chilies: કેટલાક લોકો લીલા મરચાં (green chilies) ખાવામાં માહિર હોય છે. તે ગમે તેટલું મસાલેદાર કેમ ન હોય, ભોજનમાં લીલા મરચાં હોવા જરૂરી છે, જ્યારે મોટાભાગના લોકોને લીલા મરચા ખાવાનું પસંદ નથી હોતું. તેની તીખાસને કારણે ઘણા લોકો તેને સ્પર્શ પણ કરતા નથી. જો ભૂલથી શાકભાજીમાં લીલા મરચા આવી ગયા હોય તો ખાવાનું છોડી દે છે. જો તમે પણ એવું જ કરી રહ્યા છો, તો તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે લીલું મરચું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. લીલા મરચામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. તે વિટામિન A, B6, C, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર છે. આ સિવાય તેમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સેન્થિન પણ હોય છે.

    ઈન્ડિયાટૂડે ડોટ ઈનના સમાચાર મુજબ, લીલા મરચામાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સિવાય લીલા મરચામાં કેપ્સેયાસિન (capsaicin) નામનું કેમિકલ જોવા મળે છે. આ સંયોજનની અસર ગરમ થાય છે. તેથી શિયાળામાં શરીરને ગરમ રાખવામાં પણ લીલાં મરચાં ફાયદાકારક છે. તે શરીરનું તાપમાન જાળવી રાખે છે.
    લીલા મરચાના ફાયદાઓ (benefits of green chilies)

    સ્કીન સારી રાખે છે

    લીલા મરચા ખુબ જ વધારે માત્રામાં વિટામિન સી રહેલું છે જે સ્કીનને ખુબજ હેલ્દી રાખવામાં મદદ કરે છે અને ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. વિટામીન સીના કારણે આ ઈમ્યૂનિટી બૂસ્ટર પણ છે.

    વજન ઓછું કરવામાં કરે છે મદદ

    જો તમે વજન ઓછુ કરવા માટેનો કોઈ ડાયટ પ્લાન કરી રહ્યા છો તો તેમાં લીલા મરચાનો ઉમેરો કરો કારણે લીલા મરચા શરીરમાં વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: તમારું હાસ્ય જણાવી શકે છે તમારી સાંસ્કૃતિક ઓળખ - સ્ટડી

    ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

    ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં લીલા મરચાંનો સમાવેશ કરવો જોઈએ. લીલા મરચાં બ્લડ સુગરને વધતા અટકાવે છે અને શરીરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

    લોહીના પરિભ્રમણને સારુ કરે છે

    લીલા મરચામાં જોવા મળતું Capsaicin કમ્પાઉન્ડ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેથી, તે યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવવામાં મદદ કરે છે. આ સિવાય તે નસોમાં લોહીના પ્રવાહને સુધારે છે.

    આ પણ વાંચો: શિયાળામાં ઇમ્યુનિટી મજબૂત કરવી હોય તો ખાઓ સરસવનું શાક, આ ફાયદા પણ થશે

    મૂડ સારો કરે છે

    રોજ લીલા મરચા ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.તે એન્ડોર્ફિનને મગજમાં પહોંચાડે છે જેનાથી આપણો મૂડ ખુશ રહે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Good Health, Health Tips, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन