10 પાસ માટે નીકળી 4 લાખ પદ પર નોકરી, પરીક્ષા વગર થશે ભરતી

News18 Gujarati
Updated: June 27, 2019, 8:59 PM IST
10 પાસ માટે નીકળી 4 લાખ પદ પર નોકરી, પરીક્ષા વગર થશે ભરતી
આ સિવાય આ પદો પર એપ્લાય કરવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની ફી પણ નહી આપવી પડે.

આ સિવાય આ પદો પર એપ્લાય કરવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની ફી પણ નહી આપવી પડે.

  • Share this:
જો તમે 10મુ ધોરણ પાસ છો અને નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક રાહ જોઈ રહી છે. કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા આપ્યા વગર તમે સરકારી નોકરી મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશમાં પંચાયત રાજ અને ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. વિભાગે સ્વયંસેવક પદ માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર gramavolunteer. ap.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.

વિભાગે 4,00,000 ગ્રામ સેવક પદ માટે અરજીઓ મંગાવી છે. આ પદો પર અરજી કરનાર ઉમેદવારે કોઈ પમ પ્રકારની લેખિત પરીક્ષા નહી આપવી પડે. ઉમેદવારનું સિલેક્શન ઈન્ટરવ્યૂના આધાર પર થશે. આ સિવાય આ પદો પર એપ્લાય કરવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની ફી પણ નહી આપવી પડે.

લાયકાતમાં ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મુ ધોરણ અથવા 10મુ ધોરણ પાસ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગની ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

આ તારીખોનું રાખો ધ્યાન
ઓનલાઈન અરજી કરવાની તારીખ - 24 જૂન 2019
અરજી કરવાની તારીખ - 5 જુલાઈ 2019અરજી કરવાની છેલ્લી તારીખ - 5 જુલાઈ 2019
ઈન્ટરવ્યૂની તારીખ - 11 જુલાઈથી 25 જુલાઈ સુધી

પગાર
જે ઉમેદવારની પસંદગી થશે તેમનો પે-સ્કેલ 5 હજાર રૂપિયા મહિના મળશે
First published: June 27, 2019, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading