Good vs Bad Girl : ભારતીય સમાજ અને મહિલાઓની કામુકતા

News18 Gujarati
Updated: February 8, 2020, 3:54 PM IST
Good vs Bad Girl : ભારતીય સમાજ અને મહિલાઓની કામુકતા
પ્રતિકાત્મક તસવીર

વૈજ્ઞાનિક રીતે મહિલાઓની કામવાસના મહિના દરમિયાન વધતી ધટતી રહે છે.

  • Share this:
ભારતમાં આજે પણ મહિલાઓને 'આદર્શ સ્ત્રી' ત્યારે જ માનવામાં આવે છે જ્યાં સુધી તે સેક્સ, કામુક ઇચ્છાઓ વિષે એક શબ્દ પણ ન બોલે! જાતીય જરૂરિયાતો- વિષે સામાન્ય વાતચીત કરવી હજી પણ મહિલા કે યુવતીઓ માટે આપણા સમાજમાં એટલી સરળ નથી. નવા ડેટા મુજબ 50 ટકા મહિલાઓ તેની જાતીય ઇચ્છાઓ વિષે 18થી 24 વર્ષની વચ્ચે જાણી લે છે. અને 4 માંથી 1 મહિલાનું માનવું છે કે બેસ્ટ સેક્સ 18 થી 20ના આ સમયગાળામાં જ થાય છે.

મોટાભાગની મહિલાઓ આ વિષે મિત્રો કે ઓનલાઇન સર્ચ કરીને જાણકારી મેળવે છે, જ્યાં પરિવારના સભ્યો આ વિષે ભાગ્યેજ વાત કરતા નજરે પડે છે. વાત દીકરીના લગ્ન સુધી પહોંચી જાય છે પણ કોઇ તેને સેક્સ કે જાતીય ઇચ્છા વિષે વ્યવસ્થિત જાણકારી આપવાનું ટાળે છે. અને હંમેશા આ તમામ વાતો વિષે ઘરમાં બંધ દરવાજા પાછળ પર બધુ રહે તેવી એક 'સારી ભારતીય યુવતી' પાસેથી આશા સેવવામાં આવે છે.

જો કે વૈજ્ઞાનિક રીતે મહિલાઓની કામવાસના મહિના દરમિયાન વધતી ધટતી રહે છે. અને આ પર તેમના માસિકની તારીખો, તેમની એવોલ્યુશન સર્કલ પર પણ આધાર રાખે છે. જો કે કપલ તેમ સેક્સ કરતા રહે છે જે પાછળ તેમની કામની વ્યસ્તતા અને પ્રાઇવસીના આધાર પર રાખે છે. પણ મહિલાઓની કામવાસના પુરુષોથી ઓછી હોય છે તેવું નથી હકીકત એ છે કે તે ઓછી-વધતી રહેતી હોય છે. અને તેમની આ માટે ઉત્તેજના અને ઓર્ગેઝમ પુરુષો કરતા અલગ હોય છે.

પુરુષોની જેમ જ સ્ત્રી પણ કેટલાક શારિરીક અને માનસિક કારણોના લીધે સેક્સ કરવામાં ઓછો રસ ધરાવે છે. વળી તેવું પણ બની શકે કે લગ્ન પહેલા મહિલાઓને સેક્સ વિષે બિલકુલ કે ઓછો અનુભવ પણ હોય. વળી મહિલાઓને તેમની શારિરીક ઇચ્છાઓ અને રોમાન્સને લઇને એક ખાસ ભાવના હોય છે. અને તે ઇચ્છે છે કે લગ્ન બાદ તેની તે આશાઓ ફળે. પણ દર વખતે તેવું થતું નથી!

"મારા હાલમાં જ લગ્ન થયા છે. મારો પતિ મારી શારિરીક જરૂરિયાતોને તૃપ્ત નથી કરી શકતો. મને ફિલ્મી ટાઇપના પ્રેમની આશા હતી. જ્યાં અમે લોંગ ફોર પ્લે માણી શકીએ, પ્રેમ ભરેલી વાતો કરીએ, રોમાન્સ કરીએ...પણ તેને સંભોગમાં વધુ રસ હોય છે અને તે થોડી મિનિટથી વધુ રહેતું નથી. આ કારણે હું નિરાશા અનુભવું છું. જો કે બીજી બધી રીતે તે સારો માણસ છે. પણ મને 'ક્યાં ફસાઇ ગઇ' તેવી ભાવના થાય છે!" - મીતા (નામ બદલ્યું છે), 24, ડેન્ટિસ્ટ, જબલપુર

ભારતમાં આજે પણ અનેક સામાજિક અને સાંસ્કૃતિક કારણોના લીધે મહિલાઓ હજી પણ જાતીય જરૂરિયાતો પર ભાર મૂકવાના બદલે ભાવનાત્મક જોડાણ વધુ ભાર આપે છે. 'આદર્શ' મહિલા હજી પણ લગ્નની આશા વગર સેક્સ સંબંધ બાંધવા, કેજ્યુઅલ સેક્સ, લગ્ન પહેલાના પ્રેમ સંબંધ કે વર્જિનિટીને તોડવી અયોગ્ય માને છે.આ કારણોથી મહિલાઓ પોતાની શારિરીક જરૂરિયાતાના મહત્વને સારી રીતે નથી સમજી શકતી. અને માટે જ એકપતિવ્રતાની વિચારધારા આજે પણ આપણે ત્યાં મોટા પ્રમાણમાં માનવામાં આવે છે. જો કે બીજી તરફ પુરુષોને તેમની જાતીય ઇચ્છાને પરીપૂર્ણ કરવા તે વિષે જાણવાની છૂટ સરળતાથી મળે છે. તે હસ્તમૈથુન કરી શકે છે પોર્ન જોઇ શકે છે. આ પુરુષ માટે કરવું સરળ છે. પણ મહિલાઓને તેની કામ ઇચ્છાઓથી લગ્ન થાય ત્યાં સુધી દૂરી રાખવાની આશા રાખવામાં આવે છે.

"કોલેજમાં મારો બોયફ્રેન્ડ હતો. અમે એક બીજાને કિસ કરતા હતા. અમે ઓરલ સેક્સ પણ કર્યું છે પણ લગ્ન પહેલો હું સંભોગ કરવા નહતી માંગતી. કારણ કે કોને ખબર મારા તેની સાથે લગ્ન ના થયા તો! જ્યારે અમારી સગાઇ થઇ અને અમારા પરિવારજનો આ વાતે રાજી થયા પછી અમે સેક્સ માણ્યો હતો." રજની, 27, કરનાલ

મહિલાઓ તેમનો પતિ યોગ્ય રીતે પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે એક દિવસ માતા તેમને બનવાનું છે અને જો સ્વસ્થ બાળકની જવાબદારી માટે પણ તેમને જ જવાબદાર મનાય છે. તે તેમને વફાદાર રહે અને લાંબો સમય સુધી સાથ નિભાવે તેવો પતિ ઇચ્છે છે જે આવનારા સમયમાં તેના બાળકો માટે સારો પાર્ટનર પુરવાર થાય. તો મોટા ભાગની સિંગલ મહિલાઓ એક સારા પિતાને શોધતી હોય છે જેની સાથે તે પોતાના બાળકોને નાણાંકિય અને સામાજીક સ્થિરતા આપી શકે.

લોંગ ટર્મ રિલેશનશીપમાં કેટલી મહિલાઓ સેક્સને એક ફરજ માનીને કરે છે. તે તેમના માટે કામ જેવું હોય છે. અને ગર્ભનિરોધક તરીતે તે આ માટે ઇમરજન્સી પીલ્સનો ઉપયોગ કરે છે. જે તમે સેક્સ પછી પણ વાપરી શકો છો. તમને જણાવી દઇએ કે ઇમરજન્સી પીલ્સની ખપતમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે આવે છે.
આજે પણ અપરણિત મહિલાઓ ગર્ભનિરોધક પીલ્સ લે તેને અયોગ્ય માનવામાં આવે છે. માટે અનેક મહિલાઓ ઇમરજન્સી પીલ્સનો ઉપયોગ કરે છે. જે તેમના શરીર પર ખરાબ અસર પણ કરી શકે છે.

"સેક્સ એક સાક્ષાત્મકાર છે. મારી લો કોલેજની ગર્લ હોસ્ટેલમાં મે જાણ્યું કે હું એકલી નથી મારી જેમ બીજી મહિલાઓને પણ પોર્ન, ઇરોટિક લખાણ અને હસ્તમૈથુન કરવું ગમે છે. અમે લિપ્સિટીક અંડર માટે બુરખા અને વીર દી વેડિંગના હસ્ત મૈથુનના સીન કોઇ પણ પ્રકારની શરમ વગર જોઇ શકીએ છીએ. હું 17 વર્ષની હતી ત્યારથી મારા બોયફ્રેન્ડ સાથે સેફ સેક્સ માણી રહી છું."
કાવ્યા (નામ બદલ્યું છે), 19, લૉ વિદ્યાર્થી, દેહરાધૂન

જો કે તેમ છતાં કટાક્ષ તો જુઓ, આજે પણ અનેક પુરુષો કેટલાક સવાલ ગૂગલ અને કોરા પર પુછતા રહેતા હોય છે કે શું મહિલાઓને સેક્સ ડ્રાઇવ હોય છે? શું મહિલાઓને ઓર્ગેઝમ થાય છે? વળી મહિલાઓની લૈંગિકતા માટે વધુ શ્રેષ્ઠ પગલું તે જ રહેશે કે બધાને યોગ્ય સેક્સ એજ્યુકેશન મળે.

લેખક- પૂજા પ્રિયમવદા, રેડવોમ્બની સેક્યુઅલ વેલનેસ કોલમિસ્ટ. રેડવોમ્બ એક ઓનલાઇન શેમ ફ્રી પ્લેટફોર્મ છે જે લોકોને અનલર્ન શેમ, પ્રોસેસ ટ્રૂમા, સેક્સ વિષે જાગૃતતા ફેલવવાનું કામ કરે છે.
First published: February 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading