Home /News /lifestyle /Gond Laddu Recipe: શિયાળામાં ગુંદરના લાડુનું કરો સેવન કરવાથી શરીર રહેશે સ્વસ્થ, જાણો રેસિપી

Gond Laddu Recipe: શિયાળામાં ગુંદરના લાડુનું કરો સેવન કરવાથી શરીર રહેશે સ્વસ્થ, જાણો રેસિપી

Gond Laddu Recipe

ગુંદરના લાડુ બનાવવાની રેસિપી (Gond Laddu Recipe): ઠંડીની શરૂઆત થતા જ અનેક લોકોના ઘરે ગુંદરના લાડુ (Gond Laddu) બનવા લાગે છે. ગુંદરના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને શરીરને ઊર્જા પ્રદાન (Providing energy) કરે છે.

નવી દિલ્હી:  ગુંદરના લાડુ બનાવવાની રેસિપી (Gond Laddu Recipe): ઠંડીની શરૂઆત થતા જ અનેક લોકોના ઘરે ગુંદરના લાડુ (Gond Laddu) બનવા લાગે છે. ગુંદરના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને શરીરને ઊર્જા પ્રદાન (Providing energy) કરે છે. ઠંડીની ઋતુમાં ગુંદરના લાડુનું સેવન કરવામાં આવે છે, તેનાથી પાચન પ્રક્રિયા મજબૂત બને છે. ગુંદરના લાડુ સરળતાથી પચી જાય છે. જો તમને ગળ્યું ખાવાનું પસંદ છે, તો ગુંદરના લાડુ ઠંડીની ઋતુમાં સ્વાદને બમણો કરી દે છે. ડ્રાય ફ્રુટ્સ (Dry fruits)ની મદદથી ગુંદરના લાડુ બનાવવામાં આવે છે. તમે ખૂબ જ સરળતાથી ગુંદરના લાડુ બનાવી શકો છો.

જો તમે હજુ સુધી ઘરે ગુંદરના લાડુ બનાવ્યા નથી, તો અહીં જણાવેલ રેસિપીની મદદથી તમે ઘરે ગુંદરના લાડુ બનાવી શકો છો.

ગુંદરના લાડુ બનાવવાની સામગ્રી

ખાવાનો ગુંદર- 1 કપ
લોટ- દોઢ કપ
દેશી ઘી- 1 કપ
બુરુ ખાંડ- 1 કપ
સમારેલા કાજુ- 50 ગ્રામ
સમારેલી બદામ- 50 ગ્રામ
સમારેલી પિસ્તા- 50 ગ્રામ
તરબૂચના બીજ- 50 ગ્રામ

ગુંદરના લાડુ બનાવવાની રેસિપી

ગુંદરના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈ લો. કઢાઈમાં દેશી ઘી નાંખીને ગેસ પર ગરમ કરવા મુકો. ઘી ગરમ થયા બાદ ગુંદરને ધીમા તાપે ફ્રાઈ કરો. ગુંદર ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો. ગુંદરને કાઢીને તેને ઠંડો થવા દો. ગુંદર ઠંડો થયો બાદ તેને કૂટી લો અથવા મિક્સરમાં પીસી લો. કઢાઈમાં ઘીને ફરીથી ગરમ કરો અને તેમાં લોટ નાંખીને મધ્યમ તાપ પર શેકી લો.

આ પણ વાંચો: કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આયુર્વેદ છે રામબાણ ઈલાજ

લોટ શેકો ત્યારે બળે નહીં, તે માટે તેમાં સતત તાવીથો ફેરવતા રહે. લોટનો રંગ હલ્કા બ્રાઉન રંગનો થાય ત્યારે તેમાં ગુંદર, કાજૂ, તરબૂચના બીજ, પિસ્તા અને બદામ નાંખી દો. ત્યારબાદ તેને સરખી રીતે મિશ્ર કરી દો અને ગેસ બંધ કરી લો. (તમે ડ્રાઈ ફ્રુટ્સને ફ્રાઈ કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકો છો.) હવે મિશ્રણને કઢાઈમાંથી કાઢી લો અને ઠંડુ થવા માટે મૂકો. લોટ અને ગુંદરના મિશ્રણમાં બુરુ ખાંડ નાખીને યોગ્ય રીતે મિશ્ર કરી લો.

આ પણ વાંચો: Eco Friendly Diwali 2021: આવી રીતે મનાવો ઈકો ફ્રેંડલી દિવાળી, આ 4 ટિપ્સ તહેવાર બનાવશે યાદગ

મિશ્રણને ફરી એક વાર સરખી રીતે મિશ્ર કરી દો. હવે આ મિશ્રણના લાડુ બનાવવાનું શરૂ કરો. એક એક કરીને લાડુ બનાવી લો. હવે સ્વાદિષ્ટ અને હેલ્ધી ગુંદરના લાડુ તૈયાર છે. શિયાળામાં ગુંદરના લાડુનું સેવન કરવાથી શરીરની ઊર્જા અને તાકાતમાં વૃદ્ધિ થાય છે.
First published:

Tags: Food tips, Lifestyle, Recipes