માત્ર 60 રૂપિયામાં મળી રહ્યાં છે TV, ફ્રિઝ, એસી, 15 નવેમ્બર સુધી ચાલશે સ્કીમ

News18 Gujarati
Updated: October 1, 2018, 5:55 PM IST
માત્ર 60 રૂપિયામાં મળી રહ્યાં છે TV, ફ્રિઝ, એસી, 15 નવેમ્બર સુધી ચાલશે સ્કીમ

  • Share this:
તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે, લોકોએ આ વર્ષે પોતાની ખરીદીનું લિસ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે વિવિધ કંપનીઓએ આકર્ષક સ્કીમ બહાર પાડવાનું પણ શરૂ કરી દીધું છે. એવામાં જો તમે ગુડ્સ એટલે કે ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ તૈયાર થઇ જાવ, ગોદરે એપ્લાયન્સીસ પોતાની 60મી વર્ષગાઠ પર ગ્રાહકોને ગિફ્ટ આપવા જઇ રહ્યું છે, આ સ્કીમ અંતર્ગત તમે માત્ર 60 રૂપિયા ભરીને ગોદરેજનું કોઇપણ પ્રીમિયમ એપ્લાયન્સ ખરીદી શકો છો. બાકીની અન્ય રકમ તમે વગર વ્યાજે ઇએમઆઇમાં ચૂકવવાની રહેશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપનીએ 'સોચ કે બનાયા હે' થીમ બનાવી છે, જેમાં આ યોજના શરૂ કરી છે. કંપનીને આ ફેસ્ટિવ સીઝનમાં 30 ટકા ફાયદાની આશા છે, આ ઓફર 1 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2018 સુધી રહેશે.

નવી ઓફર અંતર્ગત કંપનીને રેફ્રિઝરેટર વર્ગમાં 32 મોડલ રજૂ કર્યા છે, વોશિંગ મશીનમાં 10 મોડલ લોન્ચ કર્યા છે, સાથે જ એસી અને માઇક્રોવેવ પણ ઉતાર્યા છે, ગ્રાહક આ તમામ વસ્તુઓ માત્ર 60 રૂપિયા ભરીને ઘરે લઇ આવી શકે છે. તેઓએ આટલું જ ડાઉનપેમેન્ટ કરવાનું રહેશે. કંપનીની ઓફર પ્રમાણે પ્રોડક્ટ્સ પર અનેક આકર્ષક સ્કીમ પણ છે. જેમાં વોશિંગ મશીન, ફ્રીઝ માઇક્રોવેવ માત્ર 999માં તમે ખરીદી શકો છો.

માઇક્રોવેવની સાથે ફ્રીમાં મળશે આ વસ્તુ

કંપનીએ દરેક માઇક્રોવેવ ઓવનની ખરીદી પર 999 રૂપિયાનું ટ્રિયો બાઉલ ફ્રી આપવાની સ્કીમ રાખી છે. ગોદરેજમાંથી ખરીદી પર અન્ય ઓફર જેવી કે સેલૂ વાઉચર, મીલ વાઇચર અને હોલિડે પેકેજ પણ મલશે. કંપનીએ આ જાણીતી બ્રાન્ડ્સ અમેઝોન, પેન્ટાલૂન, લાઇફસ્ટાઇલ, તનિષ્ક અને અન્ય કેટલીક કંપનીઓ સાથે આ સ્કીમનો કરાર કર્યો છે.
First published: October 1, 2018
વધુ વાંચો
अगली ख़बर